Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વિદેશી દારૂ સાથે પકડાયેલ બામણબોરના શખ્સને જામીન પર છોડવા સેસન્સ કોર્ટનો હુકમ

રાજકોટ,તા. ૧૬: વિદેશી દારૂની ૪૯૨ બોટલ સાથે ડી.સી.બી. પોલીસે પકડેલ બામણબોરના શખ્સના રેગ્યુલર જામીન મંજૂર કરી સેશન્સ કોર્ટ જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કામેની વિગત એવી છે કે રાજકોટ શહેર ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસના અધિકારીઓને તા. ૮/૯/૨૦૨૦ના રોજ કલાક ૬ વાગ્યાના અરસામાં ખાનગી રહે બાતમી મળી કે કુવાડવા ચોકડી પાસે હાઇવે ઉપર બાલ ગોપાલ હોટલ પાસે એક નંબર પ્લેટ વગરની બોલેરો ગાડી પસાર થવાની છે. જેમાં ગેરકાયદેસર રીે દારૂ ભરેલ હોવાની પાકી શકયતા છે જેથી પોલીસ વોચમાં ગોઠવાઇ જતા. બાતમી વાળી એક નંબર પ્લેટ વગરની બોલેરો ગાડી નિકળતા તેને અટકાવી, તપાસી લેતા તેમાં ડ્રાઇવર તરીકે જયંતિભાઇ ઉકાભાઇ બાવળીયા રહે મુ. બામણબોર તા. એન્ડ જી રાજકોટવાળો હોવાનું માલૂમ પડેલ અને ગાડીની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૪૯૨ કિંમત લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને નંબર પ્લેટ વગરની બોલેરો ગાડી કબ્જે કરવામાં આવેલ અને ગાડીના ડ્રાઇવરને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી આરોપીની ધરપકડ કરતા જામીન પર છુટવા અરજી કરી હતી.

આ અરજીના કામે આરોપી તરફે તેમના એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા દ્વારા વિસ્તાર પૂર્વકની દલીલો તથા વિવિધ હોઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદઓ ટાંકીને  દલીલ કરતા સેશન્સ કોર્ટે દલીલો માન્ય રાખીને આરોપીને રેગ્યુલર જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી જયંતિભાઇ ઉકાભાઇ બાવળીયા તરફે રાજકોટના યુવા એડવોકેટ કલ્પેશ એલ.સાકરીયા, રાહુલ બી.મકવાણા, સતીષ પી.મુંગરા અશોક એચ. સાસકિયા, પરેશ કુકાવા, લલિત કે.તોલાણી, કશ્યપ ભટ્ટ રોકાયેલ હતા.

(3:06 pm IST)