Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની પાંચ દિવસથી ગ્રેડ-પે સહિતની પડતર માંગોને લઇને ચાલતી હડતાળ યથાવત: યુનિયનની આવતીકાલે ગાંધીનગરમાં બેઠક મળે તેવી સંભાવના

રાજકોટ : જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત્ છે. પાંચ દિવસથી ગ્રેડ-પે સહિતની પડતર માંગોને લઈને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. હડતાળને પગલે રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગના 700 કર્મચારીઓ ફરજથી અળગા રહ્યાં છે. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી 'રસી લઇશું નહીં અને રસી આપીશું નહીં તેવી ચીમકી આપવામાં આવી છે. કર્મચારીઓના યુનિયનની આવતીકાલે ગાંધીનગરમાં બેઠક મળશે. આ બેઠકમાં આંદોલનની રણનીતિ અંગે ચર્ચા કરાશે.

(3:16 pm IST)
  • પોલીઓની જેમ જ દેશમાંથી કોરોના પણ ભગાડશું: અમિતાભ બચ્ચન સુપ્રસિદ્ધ બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને કોરોના રસીકરણને લઈને ટ્વીટ કરી કહ્યુ કે જેમ પોલિયોને આપણે ભારતમાંથી નાબુદ કર્યો તેમ જ ભારતને કોરોના મુક્ત પણ કરીશુ. access_time 8:35 pm IST

  • છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ફરી કોરોનાના નવા- કેસનો આંક છ હજાર આસપાસ પહોંચી ગયો છે : મહારાષ્ટ્રમાં પણ ૩૦૦૦ આસપાસ નવા કેસ નોંધાયા છે: જ્યારે ગુજરાતમાં ૫૦૫ કેસ નોંધાયા છે, ગુજરાતમાં કોરોના કેસ સતત ઘટતા જતા હોય દેશમાં હવે દસમા નંબરે રહેલ છે: સૌથી ઓછા કેસોમાં ગુરુગ્રામમાં ૩૫, ચંદીગઢમાં ૩૯, ઈન્દોર ૪૩, જયપુર ૫૬, હિમાચલ ૭૧, ગોવા ૮૩, ભોપાલ ૮૭, અમદાવાદ ૯૯ અને જમ્મુ અને કાશ્મીર ૧૦૯ કેસ નોંધાયા છે. access_time 3:30 pm IST

  • આજે દિલ્હીમાં કોરોના રસીકરણ બાદ આડઅસરોના કુલ 52 કેસ નોંધાયા છે, જેમાં 51 કિસ્સાઓમાં સામાન્ય આડઅસર સામે આવી છે જ્યારે 1 ગંભીર કેસ સામે આવ્યો છે તેમ દિલ્હી સરકારે જાહેર કર્યું છે. access_time 11:03 pm IST