Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

દુકાનોમાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા વેપારીઓ સહિત ૩૬ ઝડપાયા

રાજકોટ તા. ૧૬ :.. શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં અલગ અલગ વિસ્તારમાં પાનની દુકાન, પફ પાર્લર, મોબાઇલની, કરિયાણાની અને હેર આર્ટમાં ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ સહિત ૩૬ વ્યકિતને પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.

એ. ડીવીઝન પોલીસે કેનાલ રોડ પર ડીલાઇટ પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર રાજેશ ગોવિંદભાઇ જેબર, યાજ્ઞિક રોડ પર ન્યુ ક્રિષ્ના ડીલકસ પાન નામની દુકાન ધરાવતા દિનેશ હાશાનંદભાઇ તારવાણી, લોધાવડ ચોકમાં હરીયોગી લાઇવ પફ નામની દુકાન ધરાવતા ગૌરવ પ્રકાશભાઇ રૂપારેલીયા, તથા બી. ડીવીઝન પોલીસે કુવાડવા રોડ નવાગામ પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર અવધેશ રામજીભાઇ યાદવ, તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોક પાસેથી ગણેશ મોબાઇલ  નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર રાજદીપ સુરેશભાઇ ગોંડલીયા,  ચૂનારાવાડ ચોક, ગોપાલ કોમ્પ્લેક્ષમાં અક્ષર હેર આર્ટ નામની દુકાનમાં ગ્રાહકો એકઠા કરનાર વિશાલ ઉર્ફે પીન્ટુ વિનુભાઇ ચાવડા, ગોપાલ કોમ્પ્લેક્ષમાં સાંઇનાથ મોબાઇલ નામની દુકાન ગ્રાહકો વચ્ચે સોશીયલ ડીસ્ટન્સ ન જાળવનાર સુનીલ હીરાનંદભાઇ કરમચંદાણી તથા ભકિતનગર પોલીસે કોઠારિયા રોડ પરથી ઇકોમાં દસ પેસેન્જર બેસાડી નીકળેલા ઇકબાલ દાઉદભાઇ ચોપડા તથા આજીડેમ પોલીસે કોઠારિયા રોડ શ્યામ કિરણ મેઇન રોડ પર બ્લેક પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા યોગેશ બચુભાઇ હરસોડા, આજીડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક દાના દેહાભાઇ ચોવસીયા તથા માલવીયાનગર પોલીસે નવલનગર-૧માં આનંદ બંગલા ચોક પાસે પનઘટ પાન એન્ડ કોલ્ડ્રીંકસ દુકાન ધરાવતા રાહુલ પરેશભાઇ માલણ તથા પ્ર.નગર પોલીસે લીમડા ચોક પાસેથી એકટીવા પર ત્રીપલ સવારી નીકળનાર સીધ્ધાર્થ સતીષભાઇ તોપણ દાસાણી,ચૌધરી હાઇસ્કુલ પાસેથી રીક્ષા ચાલક ભીખુ અરજણભાઇ ગોવાણી, મોટી ટાંકી ચોક પાસેથી રીક્ષા ચાલક સકતા રમાસીંગ કોળી ચાલક રાકેશ ભરતભાઇ પંચાસરા તથા ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ બજરંગવાડી ચોક પાસેથી રીક્ષા ચાલક નાથા માલજીભાઇ સાગથીયા, લાખાના બંગલા પાસે આશાપુરા પાન નામની દુકાન ધરાવતા સમીર ઘનશ્યામભાઇ ભટ્ટ, રૈયા રોડ હનુમાનમઢી ચોક પાસે દાસ ડીપાર્ટમેન્ટ નામની કરિયાણાનુ દુકાન ધરાવતા અયુબ હુસેનભાઇ ગાંજા, તથા તાલુકા પોલીસે વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયા પટેલ ચોક પાસે મોમાઇ ચાની કેબીન ધરાવતા પોપટ લખુભાઇ ભરવાડ, ઠાકર ચોક પાસે માસ્ક પહેર્યા વગર નીકળેલા પ્રદિપ દુર્લભજીભાઇ ખોખર, નાનામવા રોડ આવાસ યોજના કાવર્ટર પાસે માસ્ક પહેર્યા વગર નીકળેલા સદામ હુસેન ઉર્ફે સાહિલ સલીમભાઇ કુરેશી, ભીમનગર સર્કલ પાસેથી રીક્ષા ચાલક રમણીક ઉર્ફે રમેશ ડાયાભાઇ પારધી, મવડી ચોકડી પાસે ગુરૂદેવ પાન નામની દુકાન ધરાવતા આશીષ વિનોદભાઇ ભટ્ટ, મવડી રોડ ચોકડી પાસે વરૂડી પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા પીયુષ શિવાભાઇ હીરપરા, કોઠારિયા સોલવન્ટ પાસે રસુલપરા મેઇન રોડ પર દુકાન ધરાવતા વિજયસિંહ ઘનશ્યામસિંહ ગોહીલ, તાલુકા પોલીસ સ્ટેશન સામેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર સંજય લાલજીભાઇ મકવાણા, દીપક ભરતભાઇ ડાભી, વિનોદ ડાયાભાઇ મકવાણા તથા યુનિવર્સિટી પોલીસે દોઢસો ફુટ રોડ પર સ્ટર્લીંગ હોસ્પીટલ પાસે ગાત્રાળ ટી સ્ટોલ ધરાવતા અર્જુન  ઉર્ફે નિલેશ ખીમાભાઇ ઝાપડા, રૈયા ચોકડી પાસે ગણેશ સેલ્સ એજન્સી ધરાવતા ઋષી મનસુભાઇ મારવાડીયા, રૈયા રોડ ખોડીયાર પાન એન્ડ હોટલ ધરાવતા મયુર ગોવિંદભાઇ જોગરાણા તથા શ્યામલ પ્લાઝા વછરાજ હોટલ ધરાવતા જયેશ પાંચાભાઇ સરસીયા, જયેશ રામભાઇ કામરીયા, સાધુવાસવાણી રોડ પર ક્રીષ્ના હોટલ ધરાવતા મયા હીરાભાઇ જાદવ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં બજરંગ ભેળ દુકાન ધરાવતા ભરત ગોવિંદભાઇ બોલણીયા, ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર પાસે શાકભાજીનીલારી ચલાવતા પરબત ગોરધનભાઇ વીકાણીને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:02 pm IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST

  • ઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST

  • " ગમ ભૂલાનેકે લિયે મૈં તો પીયે જાતા હૂં " : દુઃખ ભૂલવા માટે ડ્રગ્સ લેવું પડતું હોય છે : ડ્રગ્સ લેનારની દુર્દશા અને મજબૂરીઓ વિશે કોઈને ખ્યાલ સુદ્ધા નથી હોતો : પૂજા ભટ્ટની ફિલોસોફી access_time 6:10 pm IST