Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

પીડીયુ કોવિડ હોસ્પિટલમાં ૧૯૨ સીસીટીવી કેમેરાથી દર્દીઓ અને સ્ટાફ પર નજર

અફલાતૂન આઇ. ટી. ટેક.નો મહત્તમ ઉપયોગઃ સીએમ ડેસ્કબોર્ડ અને કલેકટર કચેરી

રાજકોટ તા. ૧૭ : રાજયના નાગરિકોને કોરોનાની અદ્યતન સારવાર આપવા માટે રાજય સરકારે અદ્યતન કોવિડ હોસ્પિટલો શરૂ કરવાનીસાથેકામગીરીની ગુણવત્ત્।ા જાળવવા માટે આઇ.ટી.ટેકનોલોજીનો મહત્ત્।મ ઉપયોગ કરીને લોકોના તંદુરસ્ત જીવનની દરકાર કરી છે. હોસ્પિટલના તમામ દર્દીઓની સારવાર અને તેમની જરૂરિયાત પર નજર રાખી શકાય તે માટે હોસ્પિટલના બધા જ ફલોર પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ઇન્સ્ટોલેશન કરાયેલા કુલ ૧૯૨ કેમેરા સ્ટાફ ડ્યુટી મેનેજમેન્ટ પર પણ નજર રાખે છે.

કોવીડ હોસ્પિટલના ભોયતળિયે કેમેરાની સ્ક્રીન ગોઠવવામાં આવી છે. અહીં એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એક સિસ્ટમ મેનેજર સહિત ચાર કર્મયોગીઓ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવે છે. સિસ્ટમ મેનેજર હિરેનભાઈ રાણપરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે,સીસીટીવી કેમેરાની કનેકિટવિટી સીએમ ડેસ્ક બોર્ડ સાથે પણ આપવામાં આવી છે. આ ઉપરાંત કલેકટર કચેરી અને મુખ્ય કન્ટ્રોલ રૂમ પર પણ વરિષ્ઠ અધિકારીઓ તેનું નિરીક્ષણ કરે છે. હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાઓ તેમજ તબીબો સાથે કોમ્યૂનિકેશન માટે દમનસોફટવેર,વિડિયો કોલ હેલ્પ ડેસ્ક તેમજ,હેલ્પલાઇન,તેમજ કલેકટર કચેરી ખાતે દર્દીઓને હોસ્પિટલની પસંદગી માટે કંટ્રોલરૂમ સહિતની આઇટી ટેકનોલોજીનો સદુપયોગ કરીને અપાતી સુવિધાઓ ત્વરિત રિસ્પોન્સ માટે લોકોને ઉપયોગી બની રહી છે.

(1:25 pm IST)
  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST