Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કામદાર વિમા હોસ્પિટલમાં ઉભુ કરાયું કોવિડ સેન્ટરઃ ૪૩ બેડની સુવિધા

દર્દીઓની સારવાર માટે અમે ૨૪ કલાક તત્પરઃ ડો.નિતાબેન ઘીવાલા

રાજકોટ : કોરોનાની મહામારી સામે લોકોના આરોગ્યની સુખાકારી માટે રાજય સરકાર દ્વારા આગોતરૃં આયોજનબધ્ધ કાર્ય સમગ્ર રાજયમાં કરવામાં આવ્યું છે. જેના પરિપાકરૂપે રાજકોટ ખાતે કોવિડ-૧૯ ના સંક્રમણને ધ્યાને લઈ જિલ્લા પ્રસાશન દ્વારા રાજકોટ ખાતે વહિવટીતંત્ર, આર.ડી.ડી. અને ઇ.એસ.આઇ.એસ. દ્વારા તૈયાર થયેલ કામદાર રાજય વિમા યેાજના જનરલ હોસ્પિટલમાં ૪૩ બેડની કોવિડ-૧૯ હોસ્પીટલ ઉભી કરવામાં આવી છે.

આ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને બાળરોગ નિષ્ણાંત ડો. નિતાબેન ઘીવાલા કોવિડ-૧૯ની મહામારીમાં કોરોના દર્દીઓની સારવાર માટે અમે ૨૪ કલાક તત્પર છીએ એમ દ્રઢ નિર્ધાર વ્યકત કરતાં કહે છે કે, જિલ્લા કલેકટરશ્રી રેમ્યામોહનના આદેશાનુસાર આ હોસ્પિટલ ડેઝીગ્નેટેડ હેલ્થ ફેસીલેટેડ સેન્ટર તરીકે જાહેર થયેલ હતી. જે મુજબ હાલમાં જ ૪૩ બેડની આ હોસ્પિટલ કોવિડ-૧૯ના દર્દીઓ માટે તૈયાર થયેલ છે. સર્જન ડો. ઉમેદસિંહ વાળા, ગાયનેકોલોજિસ્ટ ડો. ભાવીન રાવલ સહિત ૩ એલોપેથીક અને એક આયુષ ડોકટર અને ૧૨ થી વધુ પેરા મેડીકલ સ્ટાફ સાથે સજ્જ આ હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથેના બે આઇ.સી.યુ. બેડ સહિત કુલ તમામ ૪૩ બેડને સેન્ટ્રલી ઓકસીજન લાઇન વડે સાંકળી દેવામાં આવી છે. જેથી તમામ દર્દીને પુરતા પ્રમાણમાં ઓકસીજન મળી રહે. આ માટે જમ્બો સીલીન્ડર ઉપલબ્ધ છે. આમ છતાં જરૂર પડયે અડધી રાત્રે પણ રીફિલીંગ કરી આપવાની શરતે ઓકસીજન સપ્લાયર સાથે કરારો થયેલ છે.

 આ ઉપરાંત હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓ માટે જરૂરી તમામ દવાઓ, સાધનો અને પી.પી.ઇ. કીટ સહિતની વ્યવસ્થા પુરતા પ્રમાણમાં એકત્ર કરી લેવાઇ છે. દર અઠવાડીયે આ મુજબનો પુરતો જથ્થો સીવીલ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવાશે. કોવિડ -૧૯ના દર્દીઓ માટે ખાસ બે સમયનું ભોજન, નાસ્તો, હેલ્ધી ડ્રિંક અને હળદરવાળા દુધ સાથેની તમામ સુવિધા સીવીલ હોસ્પિટલના કોન્ટ્રાકટ સપ્લાયર દ્વારા અહીં પણ નિયમીતપણે ઉપલબ્ધ કરાવાશે.

વિશેષમાં હોસ્પિટલમાં કામદાર વિમા યોજનાના દર્દીઓ માટે ઓ.પી.ડી.ની સેવા તો ચાલુ રખાશે જ પરંતુ ઇન્ડોર પેશન્ટો માટે પણ સવીલ હોસ્પિટલ અને પદ્મકુંવરબા હાસ્પિટલ ખાતે સુવિધા કરાઇ છે. એટલુંજ નહીં અહીંના સ્ટાફ, ઇન્ડોર પેશન્ટ, ઓપીડી. પેશન્ટ કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કથી સલામત રહે તે માટે કોવિડ-૧૯ના પેશન્ટ સહિત તમામ માટે પ્રવેશ અને બહાર જવા માટે  અલગ-અલગ માર્ગો સુનિશ્યિત કરાયેલ છે. જે સલામતી અને સુરક્ષાની દ્રષ્ટ્રિએ મહત્વના બની રહે છે. આ સાથે વિડીયોકોલીંગ અને હેલ્પ ડેસ્કની સુવિધા પણ મળી શકશે.

(1:26 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST