Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

શ્રીનાથજી સોસાયટીમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ છ મહિલા પકડાઇ

રાજકોટ તા. ર૧ : મવડી રોડ શ્રીનાથજી સોસાયટીમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે મકાનમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતી છ મહિલાને પકડી લીધી હતી.

મળતી વિગત મુજબ મવડી રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતા મંજુબેન ભનુભાઇ ગુજરાતીના મકાનમાં જુગાર રમાતો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ ભાવેલભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઇ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે. ઝાલા તથા એ.એસ.આઇ. કાજલબેન માઢક, હેડ કોન્સ મસરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, દિગ્પાલસિંહ જાડેજા, કોન્સ ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહૃીતભાઇ કછોટ, મહેશભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત સહિતે શ્રીનાથજી સોસાયટી શેરી નં.૭માં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક મંજુબેન ભનુભાઇ ગુજરાતી તથા ઉદયનગર-ર શેરી નં.૮ના જયશ્રીબેન જયસુભાઇ વાડોદરિયા, ગુરૃકૃપા સોસાયટી શેરી નં. ૧ના નયનાબા વનરાજસિંહ સરવૈયા, નવલનગર શેરી નં.૯ ના હંસાબેન ડાયાભાઇ ડાવેરા, આનંદનગર કોલોનીના સરોજબેન ગીરધરભાઇ રાચ્છ અને વિનાયકનગર મેઇન રોડ પરના ગીતાબેન ભીખુભાઇ કાનગડને પકડી લઇ રૃ.ર૧,ર૮૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:02 pm IST)