Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

શાપર નજીક બસ પાછળ એકટીવા અથડાતાં મોરબી રોડ પર રહેતાં દેવાંગ તન્નાનું મોત

મિસ્ત્રી કામ કરીને પરત આવતી વખતે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૧: શાપર વેરાવળ નજીક કલ્પવન સોસાયટીના ગેઇટ નજીક ખાનગી બસની પાછળ એકટીવા અથડાતાં રાજકોટ મોરબી રોડ પર વૃજભુમિ-૧ સેટેલાઇટ ચોકમાં રહેતાં દેવાંગભાઇ દિનેશભાઇ તન્ના (ઉ.વ.૨૮) નામના યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

મૃત્યુ પામનાર દેવાંગભાઇ બે ભાઇમાં મોટો હતો. તેના પિતાને પાનનો ધંધો છે. દેવાંગભાઇ પોતે મિસ્ત્રી કામ કરતો હોઇ કામ સબબ શાપર વેરાવળ ગયો હતો. ત્યાંથી પરત રાજકોટ આવતી વખતે અકસ્માત નડ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૃરી કાર્યવાહી કરી શાપર પોલીસને જાણ કરી હતી.

(3:03 pm IST)