Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

'તારામાં ખામી છે બીજા લગ્ન કરવા દે નહીતર કાઢી મુકીશ કહી..' યાસ્મીનબેન અજમેરીને ત્રાસ

ગાંધીગ્રામના પતિ ઇમરાન, સાસુ રોશનબેન, સસરા મહેબુબ અને મોચીનગરના નણંદ સીમા અને નણદોયા સહિત સામે ગુનો

રાજકોટ,તા. ૨૧: જામનગર રોડ બજરંગવાડી ચોક પાસે લોટસ કોમ્પ્લેક્ષમાં માવતર સાથે રહેત મહિલાને પતિ, સાસુ, સસરા, નણંદ અને નણછોયા 'તુ વાંજણી છો, બીજા લગ્ન કરવા દે નહીંતર તને ઘરમાંથી કાઢી મુકીશ' કહી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ બજરંગવાડી ચોક પાસે લોટસ કોમ્પ્લેક્ષમાં માવતરના ઘરે રહેતા યાસ્મીનબેન ઇમરાનભાઇ અજમેરી (ઉવ.૩૭) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગાંધીગ્રામ એસ.કે. ચોક શેરી નં. ૬૬ બમાં રહેતો પતિ ઇમરાન અજમેરી, સાસુ રોશનબેન અજમેરી, સસરા મહેબુબભાઇ અબ્દુલભાઇ અજમેરી, મોચીનગર -૬માં રહેતી નણંદ સીમા અજમેરી અને નણદોયા સાહીલ રસુલભાઇ અજમેરીના નામ આપ્યા છે. યાસ્મીનબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના ૨૦૦૭માં ઇમરાન મહેબુબભાઇ અજમેરી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતાને ત્રણ વર્ષ સાસરીયાઓએ સારી રીતે રાખેલ લગ્ન જીવન દરમ્યાન પોતાને  સંતાન પ્રાપ્ત ન થતા પતિ નાની નાની વાતમાં ઝઘડો કરી ગાળો આપી 'તુ મને બીજા લગ્ન કરવા માટે છૂટ આપ તારામાં ખામી છે જેથી તારે સંતાન થતા નથી જો તુ મને બીજા લગ્ન નહી કરવા દે તો હું તને ઘરની બહાર કાઢી મુકીશ, તેમ કહી ધમકી આપી મારકૂટ કરતો હતો. તેથી પોતે કહેલ કે તમારે જે કરવું હોય તે તમને છુટ છે. તેમ કહેતા પતિએ જાન્યુઆરી માસમાં મહારાષ્ટ્ર માલે ગાંવ ખાતે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા . પોતે સંતાન પ્રાપ્તી માટે ચાર વખત ટ્રીટમેન્ટ કરાવી હતી. તેના ખર્ચ બાબતે પૈસા પીયરમાંથી લઇ આવવાનું કહેતા હતા. અને વધુ કરિયાવર લઇ આવવા બાબતે મેણા ટોણા મારી ઘરમાંથી કાઢી મુકતા એક વર્ષ સુધી અલગ રહેતા  હતા. ત્યાં પણ પતિ સારી રીતે રહેતા નહીં રાત્રે ઘરે મોડા આવી બધો સામાન વેરવિખેર કરી નાખતો હતો અને સાસુ પતિને ચઢામણી કરતા અને પોતાને'તુ વાંજણી છો ડાકણ છો ' તેમ કહી ઘણી વખત ચીટીંયા ભરતા અને માર મારતા હતા. આથી આ ત્રાસથી કંટાળી પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ વી.જી.બોરીચાએ તપાસ હાથ ધરી છે.

(3:04 pm IST)