News of Friday, 23rd July 2021
રાજકોટ તા. ૨૩: શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની બાળા કે જેની છ મહિના પહેલા સગાઇ થઇ ચુકી હોઇ તેણી ગત ૧૬મીએ રાતે બે વાગ્યે ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. ગઇકાલે તે બાબરા પંથકના યુવાન સાથે રાજકોટ ભકિતનગર પોલીસ સ્ટેશને આવતાં અને તેણીને આ યુવાન સાથે પ્રેમ હોઇ તેણીને તે ભગાડીને જુનાગઢ, ધારી ખોડિયાર ડેમ, રાંદલના દડવા અને પરબ લઇ ગયાનું અને પાંચેક વાર શરીર સંબંધ બાંધી લીધાનું કહેતાં બાળા સગીર વયની હોઇ પોલીસે અપહરણ-બળાત્કાર-પોકસો હેઠળ ગુનો નોંધી આરોપી ૨૧ વર્ષના યુવાનને સકંજામાં લીધો છે.
ભકિતનગર પોલીસે આ બનાવમાં ભોગ બનનાર ૧૬ વર્ષની સગીરાના પિતાની ફરિયાદ પરથી મુળ અમરેલીના બાબરા તાબેના નવાણીયા ગામે રહેતાં રવિ જયંતિ ઉર્ફ જેન્તીભાઇ પીલુકીયા (કોળી) (ઉ.વ.૨૧) વિરૂધ્ધ આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એકટની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું મજૂરી કરુ છું. મારે ચાર સંતાનમાં ૧૬ વર્ષની દિકરીની સગાઇ અમે જ્ઞાતિના રિવાજ મુજબ ગત જાન્યુઆરી મહિનામાં કરી છે. મારી દિકરી તેને મંગેતરે સગાઇ વખતે આપેલો મોબાઇલ ફોન વાપરે છે.
ગત તા. ૧૬/૭ના રોજ રાતે બે વાગ્યે મારી દિકરી ઘરેથી ગૂમ થઇ ગઇ હતી. તે કોની સાથે ગઇ તેની અમને ખબર નહોતી. અમે પરિવારના સભ્યોએ તેને શોધવા ઠેકઠેકાણે, સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ તે મળી નહોતી. તેણીની સગાઇ થઇ ગઇ હોઇ આબરૂ જવાની બીકે અમે ફરિયાદ કરી નહોતી.
બાદમાં હવે અમને જાણ થઇ હતી કે અમારી દિકરીને બાબરાના નવાણીયા ગામનો રવિ પીલુકીયા ભગાડી ગયો છે. તે પાયલને લઇને પોલીસ સ્ટેશને આવ્યો હોવાની અમને ખબર પડતાં અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. અમે દિકરીને પુછતાં તેણે કહેલુ કે તે રવી સાથે પ્રેમ કરતી હતી અને લગ્ન કરવા હોઇ જેથી રવી સાથે ભાગીને ગઇ હતી. રવિ મારી દિકરીને ભગાડીને જુનાગઢ લઇ ગયો હતો. ત્યાં બે દિવસ રોકાયા તે વખતે તેણે શરીર સંબંધ બાંધીલીધા હતાં. એ પછી બસમાં બેસાડી ધારી ખોડિયાર ડેમ લઇ ગયો હતો. ત્યાં વાડી વિસ્તારમાં રોકાયા હતાં અને ત્યાં પણ બે વખત અવાવરૂ જગ્યામાં રવિએ મારી દિકરી સાથે સંબંધ બાંધી લીધા હતાં.
એ પછી તે બસમાં બેસી રાંદલના દડગવા ગામે મારી દિકરીને લઇ ગયેલ. ત્યાં દોઢેક દિવસ રોકાઇને ત્યાં પણ એક વખત શરીર સંબંધ બાંધી લીધા હતાં. ત્યારબાદ તે ગઇકાલે અમારી દિકરીને તે પર લઇ ગયો હતો. ત્યાંથી રાજકોટ પોલીસ સ્ટેશને આવ્યા હોવાનું દિકરીએ અમને કહ્યું હતું. જેથી અમે ફરિયાદ નોંધાવી છે
ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે બાળાએ તેના વાલીને વર્ણવેલી વિગતોને આધારે તેણીના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી રવિને સકંજામાં લઇ તેનું અને બાળાનું તબિબી પરિક્ષણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.