Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

શહેર પોલીસે દશેરાએ કર્યુ શાસ્ત્રોકત વિધીથી શસ્ત્રોનું પુજનઃ

રાજકોટઃ  વિજ્યાદશમીના તહેવાર નિમિતે શસ્ત્ર પુજાનું પણ ખુબ મહત્વ છે. દર વર્ષે લોકો આ દિવસે શસ્ત્રોનું પુજન કરે છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ શસ્ત્રોનું વિધિવત પુજન કરવામાં આવ્યું હતું. પોલીસ હેડકવાર્ટર ખાતે શસ્ત્ર પુજન વિધીમાં શહેર પોલીસને ફાળવવામાં આવેલા નવા શસ્ત્રો એમપી-ફાઇવ ૯એમેએમ, ૫.૫૬ એમએમ, સ્નીપર રાઇફલ ૭.૬૨એમએમ, ૭.૬૨ એમએમની શાસ્ત્રોકત વિધી સાથે પુજા કરવામાં આવી હતી. શહેર પોલીસના એમટી વિભાગના વાહનો, અશ્વની પણ પુજા કરવામાં આવી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજ, તમામ એસીપી, તમામ પીઆઇ શસ્ત્રપુજન વિધીમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીને જોડાયા હતાં. શસ્ત્રોને કંકુ, અબીલ-ગુલાલથી તિલક કરી ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. કોરોના મહામારીના કાળમાં સાદાઇથી અને નિયમોને આધીન રહીને આ વિધી કરવામાં આવી હતી.

(12:54 pm IST)