Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ડીમોલીશન સામે ગરીબોનો દેકારોઃ રજુઆત

આજી ડેમ પાસે થયેલ ડીમોલીશન અંગે રાણીપરાના લોકોનું કલેકટરને આવેદન

બે દિ' પહેલા આજીડેમ નજીક કિશાન ગૌશાળા વાળા રોડ પર આવેલ સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલા પ૦ થી ૬૦ કાચા-પાકા મકાનો મામલતદારે તોડી  પાડતા-બેઘર થયેલા ગરીબ વર્ગના લોકોએ આજે કલેકટરને રજુઆતો કરી હતી.

રાજકોટ તા. ર૬ : બે દિવસ પહેલા પૂર્વ વિસ્તારના ઇન્ચાર્જ મામલતદારશ્રી દંગીએ આજીડેમ નજીક સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલા પ૦ થી ૬૦ મકાનો તોડી પાડતા સેંકડો પરીવારો બેઘર બની ગયા હતા, આ ડીમોલીશન સામે આજે દેકારો મચી ગયો હતો, કલેકટર કચેરીએ રાણીપરા વિસ્તારના ગરીબ વર્ગના લોકો ટોળા સાથે દોડી આવેલ કલેકટરને આવેદન પાઠવી રજુઆતો કરી હતી.આવેદનમાં જણાવેલ કે અમો ઉપરોકત વિસ્તારમાં ઘણા સમયથી રહેતા હોય, અમારો ત્યાં કાયમી વસવાટ હોય, તેમજ ઢોર-ઢાખર હોવાથી કોઇ અમને ભાડાપટ્ટેથી રહેવા માટે જગ્યા આપતા નથી તાજેતરમાં જ ડિમોલીશનમાં અમે ઘરબાર, ગુમાવ્યા છે. અમને રહેઠાણ માટે અન્ય કોઇપણ જગ્યા ફાળવવા આપશ્રીને નમ્ર વિનંતી છે આવી પરિસ્થિતિ સમજીને તાત્કાલીક યોગ્ય નિર્ણય લેશો એવી આશા છે.

(2:46 pm IST)