Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૃં પાડતા હિર ઘનશ્યામ ડાંગર

ભાજપ અગ્રણી શૈલેષભાઇ ડાંગરના સહયોગથી રાજકોટની દોશી હોસ્પિટલમાંથી મળેલ પ તોલા સોનું તેમના મુળ માલિક સુધી પહોંચ્યું

રાજકોટ તા. ર૬: મુળ ખારચીયાના વતની અને હાલ આજી ડેમ, રાજકોટ ખાતે રહેતા અને ઉમરાળી ગામના ભાણેજ એવા દ્યનશ્યામભાઈ પોતાના માતૃશ્રી માટે દોશી હોસ્પિટલમાં દવા લેવા ગયેલા ત્યાં કાગળમાં વિટેલા ૫ તોલા સોનાના દાગીના મળતા, આજના કળયુગના સમયમાં માનવતા દાખવી સીધા ત્યાંના પ્રતિનિધિઓને અને તે વિસ્તાર વોર્ડ.૧૩ના ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગરને જાણ કરી, શૈલેષભાઈ ડાંગરના સહયોગથી આ સોનાના દાગીના મુળ માલિક સુધી પહોંચાડ્યા.

એટલુ જ નહીં દાગીના પાછા આપવા બદલ માલીકે(મહેન્દ્રભાઈ કોટક- મોબા. નં.૮૨૦૦૮૦૪૨૩૧) ઘનશ્યામભાઈને ઈનામની ઓફર કરી, પણ ઘનશ્યામભાઈ એ આ ઇનામનો સવિનય અસ્વિકાર કર્યો હતો, ત્યારે તેનાં માતા-પિતાને  ખુબ અભિનંદન તેઓએ સમાજની ગરીમા વધારી સમાજને ગૌરવ અપાવ્યું છે ત્યારે ઘનશ્યામભાઈની માનવતા જોઈ, ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર, દોશી હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મહેન્દ્રભાઈ કોટક દ્વારા દ્યનશ્યામભાઈનું ફૂલહાર પહેરાવી આભાર વ્યકત કરવામાં આવ્યો હતો તે વખતની તસ્વીર.

(3:39 pm IST)