Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

જગદંબે જય અંબે જગદંબે માં તુ જય ભવાની માં..

'કંકણ'નો ૩૭મા વર્ષમાં પ્રવેશ : આજે ૩ર પ્રકારના ગરબા પીરસાશે

રાજકોટ : વિશ્વ ફલક પર ગરબે ઘૂમતી આઇસીસીઆર ઇન્ડિયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રીલેશન એન્ડર મીનીસ્ટ્રી ઓફ એકસટર્નલ એફેર્સ ન્યુ ડેલ્હીની કલાકલગી સમી રાજકોટની કંકણ સંસ્થા પ્રતિ વર્ષની માફક દશેરાએ ૩ર પ્રકારના ગરબા-ગરબી-રાસ-રાસડાની ફલેવરથી મધમધતો કાર્યક્રમ 'જગદંબે જય અંબે જગદંબે માં' કાર્યક્રમની અકિલા લાઇવ પર ધમાકેદાર રજુઆત કરશે.

કંકણ આંતરાષ્ટ્રીય ગરબા સંસ્થા પ્રસ્તુત કલાનિતરતા કાર્યક્રમનું પ્રસારણ શકિત આરાધકો અને ગરબા ચાહકો અકિલા ઇાવમાં રાત્રીના ૮ કલાકે ભારતભરમાં અને વિશ્વના પ૦ દેશોમાં ઘેર બેઠા માણી શકશે.

કંકણ કલાકામણને તેના દર્શકો સુધી પહોંચાડવામાં ફિલ્ડ માર્શલના અરવિંદભાઇ પટેલ, ભવાની ઇન્ડસ્ટ્રીઝ, અને રોલેક્ષ રીંગ્સ પ્રા. લીમીટેડ તેમજ સરગમ કલબ પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, શ્રી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી અને ગેલેકસી ગ્રુપ સ્કૂલ્સના કેળવણીકાર કિરણભાઇ પટેલનો અનન્ય સહયોગ રહ્યો છે.

આ ગરબા રજુ થશે ગરબાના ૩ર પ્રકારનો કલારસથાળ

(૧) માંડવડી-ફુલમાં ડવડી ગરોબ (ર) મટુકી ઘડુલિયો રાસો (૩) કરતાલ રામસાગર સૂફી ભકિત રાસડો (૪) કાઠીયાવડી બેડા રાસ (પ) રૂમાલ રાસ (૬) દિવા રાસ, (૭) ટીપ્પણી રાસ, (૮) સૌરાષ્ટ્ર હુડો હમચી ટીટોડો (૯) માતાજીનો વિંઝણો ગરબો (૧૦) ડાંડીયા સળંગો (૧૨) માટીના નવરંગી ગરબા ગરબો (૧ર) ઘંટારવ ગરબો (૧૩) નવવાટી દિવી ગરબો (૧૪) ચીરમી ગરબો, (૧૬) માં મ્હોરા સાનરૂ ગરબો (૧૭) પ્રારંપારિક પ્રચીન તાલી-ચપટી ગરબો (૧૮) ચોરવાડી ટીપ્પણી રાસોડ (૧૯) દિવા જગ ગરબો (ર૦) ઘુડુલિયો (ર૧) ધૂનુચિ-ધૂપેડિયા ગરબો (રર) ગગનમંડળ ગરબી (ર૩) શાસ્ત્રીય ગરબો (ર૪) ૧ તાલીથી ૧પ તાલીનો પ્રયોગાત્મક ગરબો (રપ) મંજુરા ગરબો (ર૬) ઝવેર ગરબો (ર૭) મોરપગલા રાસોડ(ર૮) માં નો ઘોડો (ર૯) ચોપાટ ગરબો (૩૦) પ્રાચીન -અવાંચીન ફયુઝન ગરબો (૩૧) કચ્છી ગાઝીયો અને (૩ર) કન્ટેમ્પરરી ગરબો

(3:39 pm IST)
  • ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે તેમની સમક્ષના કેસોની સુનાવણી આજથી યુ-ટ્યુબ ઉપર લાઈવ શરૂ કરી ગુજરાત હાઇકોર્ટ આજથી તેની કાર્યવાહી ઓનલાઇન યુટ્યુબ ઉપર પ્રસારિત કરશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની અદાલત તેમની બેન્ચ સમક્ષ ના કેસો યુટ્યુબ ઉપર લાઈવ સ્ટ્રીમિંગ કરશે (લાઈવ પ્રસારણ કરશે) જે કદાચ દેશમાં પ્રથમ વખત બનશે. access_time 1:09 pm IST

  • 26 થી 29 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાશે access_time 10:07 pm IST

  • ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયાથી સંભવતઃ ગુજરાતમાં સ્કૂલો ખુલી જશે : ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત access_time 1:08 pm IST