Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં મોબાઈલ સેરવી લેતા નવઘણ અને બીરેન્દર પકડાયા

આજીડેમ પોલીસે શીતળાધાર ૨૫ વારીયા પાસેથી દબોચ્યાઃ ૪ મોબાઈલ કબ્જે

રાજકોટ, તા. ૨૮ :. શહેરના અલગ અલગ વિસ્તારમાં રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી અન્ય મુસાફરોના મોબાઈલ સેરવી લેતા બે શખ્સોને આજી ડેમ પોલીસે શીતળાધાર ૨૫ વારીયા પાસેથી ઝડપી લીધા છે.

મળતી વિગતો મુજબ શીતળાધાર ૨૫ વારીયામાં બે શખ્સો ચોરાઉ મોબાઈલ વેચવા આવ્યા હોવાની આજી ડેમ પોલીસ મથકના કોન્સ. શૈલેષભાઈ નેચડા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતા પીઆઈ વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એમ. ઝાલા, હેડ કોન્સ. ઈન્દ્રસિંહ જાડેજા, કૌશેન્દ્રસિંહ ઝાલા, સંદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉમેદભાઈ ગઢવી, જયપાલભાઈ બરાડીયા, શૈલેષભાઈ નેચડા અને ભીખુભાઈ મૈયડ સહિતે શીતળાધાર ૨૫ વારીયામાં આવેલી ગૌશાળા પાસેથી નવઘણ માત્રાભાઈ મુંધવા (ઉ.વ.૩૦, રહે.ખોડીયારપરા, કાનાભાઈનું મફતીયુ) અને બીરેન્દર ગુડુભાઈ રાજભાર (ઉ.વ.૩૦, રહે. શીતળાધાર ૨૫ વારીયા, મૂળ સમેનાગામ-ઉત્તર પ્રદેશ)ને પકડી લઈ બન્ને પાસેથી ૪૦૦૦ની કિંમતના જુદા જુદા ૪ ચોરાઉ મોબાઈલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:45 pm IST)
  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST

  • સમરસ કોવિડ સેન્ટર બંધ કરવાનો કલેકટરનો નિર્ણય : કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થતા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને સમરસ કોવિડ કેર સેન્ટર બંધ કરવાનો નિર્ણય લીધો access_time 11:25 am IST