Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

દરેક પ્રાંતને કલેકટર તંત્ર ‘મતદાન' માટેની તમામ વસ્‍તુઓ આપશે

આ વખતથી સેન્‍ટ્રલી વિતરણનો નિર્ણય : ગયા વખત સુધી દરેક પ્રાંત ખરીદી કરતા : ચૂંટણી પંચે બધુ સેન્‍ટ્રલી કરી નાખ્‍યું : પોસ્‍ટલ બેલેટથી વધુ ‘‘મતદાન'' થનાર હોય પોસ્‍ટલ બેલેટ માટે આખો અલગથી કાઉન્‍ટીંગ હોલ ઉભો કરાશે : કાઉન્‍ટીંગના દિવસે દરેક હોલમાં ૧૪ ટેબલ ઉપર EVM ના મતોની ગણત્રી : ૮ રાઉન્‍ડની શકયતા મતદાન મથક દીઠ ૩૦ થી પ૦ હજારનો ખર્ચ

રાજકોટ, તા. ર૮ :  રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં ચૂંટણી બાબતે જણાવ્‍યું હતું કે તમામ તૈયારીઓ ચાલીરહી છે, આજથી દરેક પોલીંગ -પ્રિસાઇડીંગ સ્‍ટાફની જે તે પ્રાંત દ્વારા તા. ૩૧ સુધી ફર્સ્‍ટ તાલીમ શરૂ થઇ છે.

કાઉન્‍ટીંગ અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે ગઇકાલે મત ગણતરી સ્‍થળની મુલાકાત લેવાઇ હતી, મત ગણતરી  અંગે કોઇ પ્રોબ્‍લેમ નહિ રે, તેમણે જણાવેલ કે આ વખતે  પોસ્‍ટલ બેલેટથી વધુ મતદાન થશે, પરિણામ પોસ્‍ટલ બેલેટના મતોની ગણતરી માટે મતગણતરી સથળે અલગથી આખો કાઉન્‍ટીંગ હોલ ઉભો કરાશે. તેમજ મતગણતરીના દિવસે દરેક હોલ માં ૧, ટેબલ ઉપર EVM ના મતોની ગણતરી  થશે. અત્રેએ નોંધનીય છે કે જો ૬પ થી ૭૦ ટકા આસપાસ મતદાન થાય તો ૮ રાઉન્‍ડ મતગણતરીના થશે.

બીજી બાજુ સ્‍વીપની ગ્રાંટ આપી છે, પરંતુ ચૂંટણી ખર્ચ અંગે હજુ ગ્રાંટ આવી નથી, પરંતુ અધિકારી વર્તુળો દરેક મતદાન મથક દીઠ ૩૦ થી પ૦ હજારના ખર્ચનો અંદાજ મુકી રહ્યા છે.

દરમિયાન કલેકટરે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવેલ કે મતદાનના દિવસે પ્રિસાઇડીંગ ઓફીસરોને જે ૧૪૦ થી ૧પ૦ વસ્‍તુઓ ( EVM  સહિત) ની કીટ આપવાની થાય છે. તેમાંથી ૬૦ થી ૮૦ ટકા વસ્‍તુઓ દરેક પ્રાંતનું કલેકટર તંત્ર એટલે કે સેન્‍ટ્રલી અપાશે, જયારે અમુક વસતુઓ રાજયના મુખ્‍ય ચૂંટણી અધિકારીના તંત્ર તરફથી કલેકટરને અપાશે, અને કલેકટર તંત્ર દરેક પ્રાંતને સોંપશે.

ગયા વખત સુધી દરેક પ્રાંત પોતાના બૂથો માટે વસ્‍તુઓની ખરીદી કરતા, દરેક પ્રાંતનું ગ્રાંટ ફાળવાની પણ આ વખતથી બધુ સેન્‍ટ્રલી કરી નખાયું છે, ચૂંટણી પંચે આ મહત્‍વનો નિર્ણય લીધો છે.

(2:39 pm IST)