Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ગાંધી સ્‍મૃતિ સોસાયટીમાં ગેરકાયદે મંડળી રચી આતંક મચાવ્‍યાની ઘટનામાં તમામ આરોપીઓનો છૂટકારો

૧૫ વર્ષ પહેલા ઉપલાકાંઠા વિસ્‍તારમાં ૧૬૫ મકાન માલિકો દ્વારા પોલીસને રાવ કરાયેલ : મહિલા વકિલ અંજૂમન અજમેરીની ધારદાર દલીલો માન્‍ય

રાજકોટ, તા.૨૮: ૧૬૫ મકાન માલિકો દ્વારા પોલિસ કમીશનરને કરાયેલ ફરીયાદ મુજબ ગેરકાયદેસર મંડળી રચી સોસાયટીમાં અસામાજીક પ્રવળત્તિ આચરી આતંક મચાવતા ગુનામાં તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો રાજકોટના જ્‍યુડીશીયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ (મેઈન) સાહેબે તા.૦૧/૦૩/૨૦૨૪ ના રોજ હુકમ કરેલ છે.

સદરહું કેસની હકીકત એવી હતી કે - તા.૧૪/૦૧/૨૦૦૮, તા.૨૬/૦૧/૨૦૦૮, તા.૨૭/૦૧/૨૦૦૮ અને તા.૦૨/૦૩/૨૦૦૮ના અરસામાં રાજકોટના ઉપલા કાંઠા વિસ્‍તારમાં પેડક રોડ પાસે સ્‍થિત ‘ગાંધી સ્‍મળતિ' નામની રહેણાંક સોસાયટીમાં અસામાજીક પ્રવળત્તિ આચરી આતંક મચાવતા હોય, તેથી સોસાયટીના તત્ત્કાલિન પ્રમુખ દરજ્જે આ કામના ફરીયાદી વલ્લભભાઈ ભાણજીભાઈ ઢોલરીયાએ આરોપીઓને રોક-ટોક કરતાં આ કામના આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી તેમનો સમાન ઈરાદો બર્‌ લાવવા માટે ત્રણ મોટર સાઈકલ ઉપર સવાર થઈ ફરીયાદી પાસે જઈ તેને ગાળો આપી તથા ઢીંકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના ચશ્‍મા ફોડી નાખી નુક્‍શાન કરેલાનો આક્ષેપ હતો.

સદરહું ગુનાની તપાસ દરમિયાન બી-ડિવિઝન પોલિસે આ કામના આરોપીઓ-(૧) મનિષ પરબતભાઈ હેરમા (ર) ભાવેશ ધનજીભાઈ ડોડીયા (૩) રાજુ દિલિપભાઈ ગોહેલ (૪) ગોપાલ ઘોઘાભાઈ ખરડીયા (૫) મૌનુ ઉર્ફે મોનીયો રાણાભાઈ ચૌહાણ (૬) મનોજ ભગવાનજીભાઈ રાઠોડ (૭) આશિષભાઈ મનસુખભાઈ સોજીત્રા (૮) ભરત લાલુભાઈ વાટલીયા સામે ભારતીય દંડ સંહિતા, ૧૮૮૦ની કલમ-૧૪૩, ૧૪૯,૩૨૩, ૫૦૪, ૫૦૦ (૨) અને ૪૨૭ મુજબનો ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરેલ જેમાં કેસ દરમિયાન બે આરોપીઓ મળત્‍યુ પામેલ હતા.

સદરહું કામે કોર્ટ હારા ફરીયાદી સહિત અન્‍ય ૮ (છ) સાહેદોની જુબાની

ધ્‍યાને લેવામાં આવેલ હતી. આ કામના ફરીયાદ પક્ષ અને બચાવ પક્ષ એમ બંને પક્ષોને સાંભળ્‍યા બાદ તથા આરોપીઓના મહિલા વકીલશ્રી અંજુમન એમ. અજમેરી દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલો અને રજુ કરેલ ચુકાદાઓને ધ્‍યાને લઈને કોર્ટ દ્વારા ઓ કામના તમામ આરોપીઓને સદરહું ગુનામાંથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસમાં તમામ આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટ અંજુમન એમ. અજમેરી રોકાયેલ હતા.

(3:34 pm IST)