Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

માલધારી સોસાયટીમાં મકાનમાં દરોડોઃ તીનપતી રમતા છ પકડાયા

બી-ડીવીઝન પોલીસના હેડકોન્‍સ. રાજેશભાઇ બાળા, કોન્‍સ.જયદિપસિંહ બોરાણા, હાર્દિકભાઇ છૈયા અને હોમગાર્ડ અજયભાઇની બાતમીઃ રૂા.૩૫ હજારની રોકડ સહિતની મતા કબ્‍જે

રાજકોટ તા.૨૮: ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે કરણાભાઇ ગાર્ડનની પાછળ માલધારી સોસાયટીમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા બી-ડીવીઝન પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગારરમતા છ શખ્‍સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે કરણાભાઇ ગાર્ડનની પાછળ માલધારી સોસાયટીમાં એક મકાનમાં કેટલાક શખ્‍સો જુગારરમતા હોવાની બી-ડીવીઝન પોલીસ હેડકોન્‍સ.રાજેશભાઇ વાળા, કોન્‍સ. જયદિપસિંહ બોરાણા, હાર્દિકભાઇ છૈયા અને હોમગાર્ડ અજયભાઇ ખાંભરાને બાતમી મળતા માલધારી સોસાયટીમાં એક મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાનમાલીક ભુપત રઘુભાઇ બોસરીયા તથા માલધારી સોસાયટીમાં રહેતો ધર્મેન્‍દ્ર ભગવતીપ્રસાદ નિસાદ, અરૂણ ભગવતીપ્રસાદ નિસાદ, લાલપરી પાસે રહેતો હેમંત કાશીરામભાઇ કુસવાહા, માલધારી સોસાયટીના દિપક અમરશીભાઇ નિશાદ, અને કેવડાવાડી મેઇન રોડ શેરી નં.૬/૨૩ ના ક્રિષ્‍નદેવ બજરંગી પ્રસાદને પકડી લઇ રૂા.૩૫૧૩૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી.

આ કામગીરી પી.આઇ. એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી.મારૂ, હેડકોન્‍સ.કે.એન. જાડેજા, રાજેશભાઇ વાળા, લાલજીભાઇ હાડગડા, કોન્‍સ.ભાનુશંકરભાઇ ધાંધલા, જયદિપસિંહ બોરાણા, પંકજભાઇ માળી, રાજદીપભાઇ પટગીર, હાર્દિકભાઇ છૈયા, વિશ્વજીતસિંહ ઝાલા, જગદીશભાઇ વાંક, પોપટભાઇ ગમારા તથા હોમગાર્ડ અજયભાઇ ખાંભરા દ્વારા કરવામાં આવી હતી.

(3:42 pm IST)