Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

૩૦ મોબાઇલ ચોરી લેનાર મેસવાણના વિક્રમ ઉર્ફ ઇટલીને એ-ડિવીઝન પોલીસે દબોચ્‍યો

રાજકોટ, જુનાગઢ, ગોંડલ, જેતપુર બસ સ્‍ટેશનોમાં સુતેલા મુસાફરોના ખિસ્‍સાઓમાંથી, દૂકાનોમાંથી ઉઠાંતરી : પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં કામગીરીઃ એએસઆઇ એમ. વી. લુવા, હેડકોન્‍સ. અજયભાઇ બસીયા, કિશનભાઇ આહિર, કોન્‍સ. રમેશભાઇ માલકીયાની ટીમની કામગીરી : ફોન ચોર્યા પછી તેના માલિકને વ્‍હોટ્‍સએપ કોલ કરી ગૂગલ પેથી ૧૫૦૦થી ૨૦૦૦ ટ્રાન્‍સફર કરાવડાવી ચોરેલો ફોન પાછો પણ પહોંચાડી દેતો!

રાજકોટઃ રાજકોટ શહેરના બસ સ્‍ટેશન, જુનાગઢ, ગોંડલ, જેતપુરના બસ સ્‍ટેશનમાં સુતેલા મુસાફરોના ખિસ્‍સામાંથી તેમજ અલગ અલગ દૂકાનો પર જઇ નજર ચુકવી મોબાઇલ ફોન ચોરી લેવાની ટેવ ધરાવતાં વિક્રમ ઉર્ફ ઇટલી મનુભાઇ મક્કા (ઉ.વ.૩૬-રહે. મેસવાણ તા. કેશોદ)ને એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના એએસઆઇ એમ. વી. લુવા, હેડકોન્‍સ. અજયભાઇ બસીયા અને કોન્‍સ. રમેશભાઇ માલકીયાની બાતમી પરથી બસ સ્‍ટેશન પાછળ જય અંબે હોટેલ પાસેથી પકડી લઇ રૂા. ૧,૬૬,૦૦૦ના ૨૯ મોબાઇલ ફોન કબ્‍જે કર્યા છે. ચોરી કર્યા પછી વળી આ શખ્‍સ જે તે મોબાઇલ ફોનના માલિકને વ્‍હોટ્‍સએપ કોલ કરીને કહેતો કે જો તમારો મોબાઇલ ફોન પાછો જોઇતો હોય તો મને રૂા. ૧૫૦૦ કે ૨૦૦૦ ગૂગલ પેથી ટ્રાન્‍સફર કરી દો...જો મોબાઇલ ફોનના માલિક જે તે નંબર પર ગૂગલ પેથી રકમ મોકલી દે તો આ તસ્‍કર મોબાઇલ ફોનના માલિક જ્‍યાં હોય તેનાથી નજીકની દૂકાને ફોન પરત પણ મુકી દેતો હતો! અગાઉ આ તસ્‍કર રાજકોટ, જુનાગઢના પાંચ ગુનાઓમાં પકડાયો હતો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી બી. જે. ચોધરીની રાહબરીમાં પીઆઇ આર. જી. બારોટ, એએસઆઇ એમ. વી. લુવા, બી. વી. ગોહિલ, હેડકોન્‍સ. કિસનભાઇ આહિર, અજયભાઇ બસીયા, કોન્‍સ. ભગીરથસિંહ ઝાલા, રમેશભાઇ માલકીયા, સંજયભાઇ ચોૈહાણે આ કામગીરી કરી હતી.

(3:49 pm IST)