Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મહાવિર જન્‍મ કલ્‍યાણક ઉજવણીમાં અઢાર આલમ, સામાજીક સંસ્‍થાઓ, આગેવાનોને આમંત્રણ અપાશેઃ જૈનમ દ્વારા આયોજન

રાજકોટઃ જૈનમ દ્વારા ભગવાન મહાવીર જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવની ઉજવણી કરવામાં આવે છે ત્‍યારે બહોળી સંખ્‍યામાં રાજકોટ જૈન સમુદાય તો હર્ષ ભેર જોડાય જ છે, આ ઉપરાંત રાજકોટનાં અઢારેય આલમ જેમાં સર્વ જ્ઞાતિ સંપ્રદાય ઉપરાંત એન.જી.ઓ., ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવળતિઓ કરતી સંસ્‍થાઓ અલગ અલગ જ્ઞાતિનાં અગ્રણીઓ સંગઠનનાં હોદેદારો, સહીતનાં તમામ લોકોને પણ આ ઉજવણીમાં જોડવામાં આવે છે. સમાજનાં આ તમામ લોકોને કાર્યક્રમ માટે આમંત્રીત કરી તેઓ આ કાર્યક્રમમાં માનભેર જોડાય તે માટે મહાવીર જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવમાં સંકલનકર્તા તરીકે કામ કરતા જૈનમ પરિવારની એક ટીમ આ માટે ખાસ કાર્યરત રહે છે. જેઓ આ જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ માત્ર જૈન સમાજ પુરતો સીમીત ના રહે પરંતુ સર્વે સમાજનો મહોત્‍સવ બની રહે તે માટે કાર્ય કરે છે. જે કમીટીમાં મયુરભાઈ શાહ, ઉપેનભાઈ મોદી, નિલેશભાઈ શાહ, મનીષભાઈ મહેતા, ધીરેનભાઈ ભરવાડા, ભરતભાઈ દોશી, સુકેતુભાઈ ભોડીયા, રાજેશભાઈ મોદી, કેતનભાઈ દોશી, મનીષભાઈ મહેતા, અમીતભાઈ લાખાણી, દિવ્‍યેશભાઈ દોશી, દિશીતભાઈ મહેતા, મનીષભાઈ મહેતા, સંદીપભાઈ સંઘવી, જતીનભાઈ શાહ, કલ્‍પેશભાઈ દફતરી, બી.કે.શાહ, પારસભાઈ વખારીયા વગેરે જૈનમ પરિવારનાં સભ્‍ય અત્‍યારથી જ રાજકોટની અઢારેય આલમ, સંસ્‍થાઓ, એન.જી.ઓ. વિગેરેનો સંપર્ક કરી આ મહોત્‍સવમાં ભાગ લેવા આમંત્રીત કરી રહયા છે.

(3:59 pm IST)