Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

યુનિક ટ્રસ્‍ટના દિવ્‍યાંગ ખેલાડીઓ વધુ ર નેશનલ મેડલ જીતી લાવ્‍યા

પ્રભા શિયાળ અને મનિષા ખખ્‍ખર ઉપર અભિનંદન વર્ષા

રાજકોટ તા.ર૮ : માર્ચ ર૦ર૪ મહિનામાં જ અગાઉ યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્‍ટના દિવ્‍યાંગોએ ર નેશનલ લેવલના મેડલ હાંસલ કર્યા હતા. જેમાં બે મેડલોનો ઉમેરો થયો છે. સંસ્‍થાના નેશનલ પેરા ખેલાડીઓ પૈકી પ્રભા શિયાળે  નવી દિલ્‍હી ખાતે યોજાયેલી ર૦મી સીનીયર અને ૧પમી જુનીયર નેશનલ પાવર લીફટીંગ ચેમ્‍પીયનશીપમાં ગોલ્‍ડ મેડલ હાસીલ કરીને  સંસ્‍થાને તેમજ ગુજરાતને ગૌરવ અપાવેલ છે.

એજ રીતે અભય પ્રસાલ સ્‍ટેડીયમ, ઇન્‍દોર ખાતે યુટીટી નેશનલ પેરા ટેબલ  ટેનીસ ચેમ્‍પિયનશીપ ર૦ર૩-ર૦ર૪ ગેમ્‍સમાં ઇંદોર ખાતે સંસ્‍થાના નેશનલ પેરા ખેલાડીઓ પૈકી મનીશા ખખ્‍ખરે બ્રોન્‍ઝ મેડલ મેળવીને સંસ્‍થા અને ગુજરાતને ગૌરવ પ્રદાન કર્યુ છે. આ સિધ્‍ધી બદલ બંન્‍ને નેશનલ વિનર પેરા પ્‍લેયર્સને સંસ્‍થાના પ્રમુખ શ્રી શૈલેષભાઇ પંડયા (મો.૯ર૭૭૮ ૦૭૭૭૮) અને મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઇ પંડયાએ અભિનંદન પાઠવ્‍યા હતા.

(4:01 pm IST)