Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના ભાવેશ આચાર્ય અપક્ષ ઉમેદવારી નોંધાવશે

 

રાજકોટ તા.ર૮ : સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદ રાજકોટ શહેર શાખાના અગ્રણી ભાવેશ આચાર્ય આગામી લોકસભા ચુંટણીમાં રાજકોટ લોકસભાની  બેઠક ઉપર અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવશે.સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદ છેલ્લા ૧૪ વર્ષથી સૌરાષ્‍ટ્રની પ્રજાના પ્રશ્નો માટે દેશના રાજયના શાસકો સામે શાંતિપુર્ણ રજુઆતો થકી કામ કરતી આવી છે.

પરિષદના રાજકોટ શહેરના પ્રમુખ એડવોકેટ હિમતભાઇ લાબડીયા કે જેઓ રાજકોટ શહેર વાલી મંડળના પ્રમુખ છે. તેમજ અન્‍યોએ પરામર્શ કરી ભાવેશ આચાર્યને રાજકોટ લોકસભા બેઠક માટે ચુંટણીમાં ઉમેદવારી કરવા સમર્થન આપેલ છે.

સામાજિક ક્ષેત્રે ભાવેશ આચાર્ય બહોળો અનુભવ ધરાવે છે. તેઓ જુદી જુદી અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા હોવાથી સમાજસેવા કરી જ રહયા છે. ગ્રાહક સુરક્ષા, નેચરોપેથી, યોગ તેમજ આધ્‍યાત્‍મિક ક્ષેત્રે તેમનુ ખેડાણ ઘણુ છે. સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદ રાજકોટ શહેર શાખાના તેઓ સંયોજક છે. બેન્‍કની સેવા દરમિયાન તેમજ હાલમાં પણ તેઓ સંગઠન પ્રવૃતિ થકી કર્મચારીઓના હિતમાં વર્ષોથી કામ કરી રહયા છે. પરિષદના સાથી કાર્યકર્તાઓએ એ વિશ્વાસ વ્‍યકત કરી ભવિષ્‍યમાં તેઓ કોઇપણ જગ્‍યાએ હશે તેઓ તેમનું કામ કરતા રહેશે તેવી આશા સાથે ખાત્રી આપી છે.

(4:42 pm IST)