Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

આરટીઓમાં મોટર સાઇકલ માટે જીજે૦૩એલઆર તથા જીજે૦૩એલકયુ સિરીઝના રિ-ઓકશન થશે

પસંદગીના ગોલ્ડન-સિલ્વર નંબરો માટે તા. ૧ થી ૧૧ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન સહિતની પ્રક્રિયા થશે શરૃઃ હરરાજીમાં નિષ્ફળ રહેનારને નાણા પરત મળશે

રાજકોટ,તા. ૩૦: પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી,રાજકોટ દ્વારામોટર સાયકલપ્રકારના વાહનો માટેની નવી સીરીઝGJ-03-LR સિરિઝના ૧ થી ૯૯૯૯ નંબરોની સિરીઝ તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન તેમજ સિલ્વરનંબરોનું રી ઈ-ઓકશન થનાર છે. ગોલ્ડન,સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા.૬/૧૧ થી ૧૦/૧૧ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.તા.૧૧/૧૧ના સવારે ૧૧થી તા.૧૨ના સાંજના સુધી ઓનલાઈન ઈ-ઓકશન ચાલુ રહેશે. અને ઓકશન પૂર્ણ થયે વર્ગીકરણનું લિસ્ટ નોટિસબોર્ડ પર સાંજે૫:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૨૫,૦૦૦,સિલ્વર નંબર માટે રૂ. ૧૦,૦૦૦ તેમજ અન્ય પસંદગીના નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૫૦૦૦ રાખવામાં આવેલ છે.

ઈ-ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ – ૫ માં ઈ-પેમેન્ટ થી ભરી ફોર્મ આર.ટી.ઓ કચેરીએ તુરત જમા કરાવવાનું રહેશે. જો અરજદાર રકમ સમયમર્યદામાં જમા કરવામાં નિષ્ફળ જશે તો રજીસ્ટ્રેશનની રકમ જપ્ત થશે અને પસંદગી આપેઆપ રદ થઇ જશે. હરરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમેદવારને દિવસ પાંચમાં નાણા પરત કરવામાં આવશે. ઉપરોકત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી,રાજકોટ દ્વારા જણાવાયુ છે.

આજ જ રીતે  મોટર સાયકલ પ્રકારના વાહનો માટે GJ-3-LQ સીરીઝના તેમજ અગાઉની સીરીઝમાં બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોનું રી ઈ-ઓકશન પણ થનાર છે.

ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૧/૧૧ થી ૫/૧૧ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તા. ૬/૧૧ના  સવારના ૧૧:૦૦ થી સાંજના સુધી ઓનલાઈન ઈ-ઓકશન ખુલ્લુ રહેશે. ઓકશન પૂર્ણ થતાં વર્ગીકરણનું લિસ્ટ તા.૬/૧૧ના રોજ નોટીસ બોર્ડ પર સાંજે ૫:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે. ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી. રૂપિયા ૫૦૦૦, સિલ્વર નંબર માટે રૂ. ૨૦૦૦ તેમજ અન્ય પસંદગીના નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૧૦૦૦ રાખવામાં આવેલ છે.

(12:53 pm IST)