Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ઋષિકેશ સોસાયટીમાં ડામર કામ

વોર્ડ નં.૯માં આવેલ ઋષીકેશ સોસાયટી ખાતે રૂ. ૨૦.૨૧ લાખના ખર્ચે ડામર રોડ રી-કાર્પેટ કામનો પ્રારંભ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલના હસ્તે તેમજ શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, વોર્ડ પ્રમુખ પ્રદિપ નિર્મળ, વોર્ડ મહામંત્રી હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતીમાં ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર પ્રવિણ મારૂ, જીતુભાઇ કાટોળીયા, દક્ષાબેન વસાણી, કુલદીપસિંહ જાડેજા, જાગૃતિબેન ભાણવડીયા, વિજય આહીર, વીમલ ઠોરીયા, આશીષ ભટ્ટ, વસ્તાભાઇ કોરાટ, સુરેશભાઇ પરમાર, ભુપતભાઇ ટોળીયા સહીતના ભાજપ અગ્રણીઓ તેમજ સોસાયટીના નાનુઅદા, જગાબાપા, જોષીભાઇ, અશ્વિનભાઇ, અતુલભાઇ, આરતીબેન પરમાર, ઇલાબેન પરમાર, સરોજબેન, ગીતાબેન, જયેશભાઇ પાંભર,કુસુમબેન, ચેતનાબેન ચાર્મીબા, જયશ્રીબેન, મનુભાઇ ડોબરીયા સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખનું ઋષિકેશ સોસાયટીના રહીશો દ્વારા પુનઃ શહેર પ્રમુખ તરીકે નિયુકિત બદલ ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

(3:47 pm IST)