Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વેરાવળ હાઈપ્રોફાઈલ વિસ્તારમાં જુગારધામમાં પાંચ શખ્સો રૂ.૩,પ૬,૦૦૦ના મુદામાલ સાથે પકડાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૭: રહેણાંક વિસ્તારમાં હાઈપ્રોફાઈલ જુગારધામ માં પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી તેની પાસે રોકડા, મોબાઈલ, મોટરસાઈકલ તેમજ ઘોડીપાસાના જુગારના સાહીત્ય સાથે રૂ.૩,પ૬,૦૦૦નો મુદામલા કબજે કરી પાંચેયને પકડી પાડેલ હતા.

 વેરાવળ ના પી.આઈ ડી.ડી.પરમાર તથા સમગ્ર સ્ટાફ ને આઈ.જી મનીન્દસિંહ પવાર,એસ.પી રાહુલ ત્રીપાઠી,નાયબ  પોલીસ અધિક્ષકના આદેશ મુજબ જુગારધામો ઉપર કામગીરી  કરેલ તા.પ ના રોજ રાત્રે રહેણાંક વિસ્તારમાં ઘોડીપાસાનું  હાઈપ્રોફાઈલ જુગાર ધામ ચાલતું હોય તેવી બાતમી મળતા પોલીસે ગોકુલધામ સોસાયટી આરતી એપાર્ટમેન્ટની સામે શ્રીજીકૃપા મકાનમાં ઘોડીપાસાનો જુગાર માડતા ચંદુલાલા દુર્ગાદાસ મુલચંદાણી સીધી, રમેશ ઉર્ફે જોકર નથુભાઈ પંડીત, બાબુ ઉર્ફે ગલી લખમભાઈ ફોફંડી, જમનાદાસ બચુભાઈ લોઢારી, ચંદ્રકાંન્ત હારૂમલ ડોડેજાને રોકડા રૂ.ર,૧પ,૦૦૦ મોટરસાઈલ નંગ ૩ રૂ.૧,૩૦,૦૦૦, મોબાઈલ નંગ ૩ રૂ.૧૧૦૦૦ કુલ રૂ.૩,પ૬,૦૦૦ તમામ ને પકડી પાડેલ છે.

શહેર આવા જુગારધામો કે અસામાજીક પ્રવૃતી ચલાવનાર તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ શહેર પી.આઈ ડી.ડી.પરમારે જણાવેલ હતું.

(1:23 pm IST)