Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

જામનગરમાં જુની મારકુટનો ખાર રાખીને માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: પંચ બી પોલીસ સ્ટેશનમાં કરશનભાઈ ભાદાભાઈ ટોયટા એ ફરીયાદ નોંધાવી છે કે, એફ.સી.આઈ. ગોડાઉનની બાજુમાં માલધારી હોટલની બાજુમાં ફરીયાદી કરશનભાઈને અગાઉ બે વર્ષ પહેલા આરોપી અલીભાઈ સાથે ઝઘડો થયેલ તે બાબતે તથા શેરીમાં વચ્ચે ઉભા રહેવા અંગે બોલચાલી થયેલ તે બાબતનો ખાર રાખી આરોપીઓ અલીભાઈ, મુરાજભાઈ તથા તેની સાથે બે અજાણ્યા ઈસમોએ ફરીયાદી કરશનભાઈને ગાળો આપી ઝઘડો કરી આરોપી અલીભાઈએ તલવાર વડે કરશનભાઈ તથા સાહેદ મેપાભાઈ દુદુાભાઈ ટોયટાને માર મારી શરીરે માથાના ભાગે કપળામાં ઈજા પહોંચાડી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઈજાઓ કરી ગુનો કરેલ છે.

જામનગર : સીટી બી ડિવઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર, રિલાયન્સ પેટ્રોલ પંપનો ઢાળીયો, આદિત્ય પાર્ક સાધના પાન હાઉસ નામની દુકાન પર કલ્પેશ સુરેશભાઈ પરમાર, વિરલ ઉર્ફે ભોપાલ ખવાસ, દુબઈ ચાલતા આઈ.પી.એલ. –ટીવેન્ટી મેચમાં રનફેરનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડ રૂ..૪,૧૧૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ..૧૦૦૦/– મળી કુલ રૂ..પ,૧૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી વિરલ ઉર્ફે ભોપાલ ખવાસ ફરાર થઈ ગયેલ છે.

મોબાઈલ ફોન ચોરાયાની રાવ

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રામકુમાર ગજેન્દ્રપ્રસાદ સિંગ એ ફરીયાદ નોંધાવી છે કે,  ખોડીયાર કોલોની હનુમાન મંદિરની બાજુમાં ઓમ શાંતિપાન વાળી ગલી ઘર નં.ર૯, રામકુમારે પોતાના ઘરમાં રાખેલ આઈ.ફોન –૧૧  જેની કિંમત રૂ..૧,૦૯, ૯૦૦/– નો છે જેના સીમ નં. ૯૬૮૭૦પપપપપ તથા બીજા સીમ નં. ૯૬૮૭પપપપપ નું હતુ તે તથા એપલનું ઈયર ફોનની આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(3:10 pm IST)