Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

જૂનાગઢ જિલ્લામાં બર્ડફલુનો પગપેસારો : સક્કરબાગ ઝૂનો પક્ષી વિભાગ બંધ કરાયો

બાંટવા ખરા ડેમ પાસેથી પક્ષીઓના મળેલા મૃતદેહો પૈકી બે નો રિપોર્ટ પોઝીટીવ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં બર્ડફલુનો પગપેસારો થતા દોડધામ સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે

 તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા પાસે આવેલ ખારા ડેમ નજીકથી ટીટોડી સહીત પક્ષીઓના મૃતદેહ મળી આવેલ હતા  મૃતદેહોને જૂનાગઢ ઝૂમાં પીએમ માટે અને તમામના સેમ્પલ પુના ખાતેની લેબોરેટરીમાં મોકલાયા હતા

 દરમિયાન બે પક્ષીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા જૂનાગઢ જિલ્લામાં બર્ડફલુએ પગપેસારો કાર્યનું ફ્લાઇટ થાય છે

 બીજીતરફ જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગ બંધ કરવા નિર્ણ્ય કરાયો છે બર્ડફલુના પગલે 10 કી,મી,ની ત્રિજીયાના વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મના નમૂના લેવાની અને ત્રણ કિમીની ત્રિજીયામાં તપાસ હાથ ધરાઈ છે

(7:34 pm IST)