Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કાર્યકરોમાં રઘુભાઇના હુલામણા નામે જાણીતા

મોરબી જીલ્લાના ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાને કોરોના વળગ્યો હોમ કવોરન્ટાઇન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી :.. છેલ્લા ૩૮-૩૮ વર્ષથી ભાજપના અદના કાર્યકરથી લઇને અનેક હોદા પર રહેનાર, ભાજપ સરકરમાં બબ્બે વખત નિગમના ચેરમેન પદે રહી સફળ કામગીરી કરનાર અને અનેક ચૂંટણીઓ પંચાયતની હોય કે વિધાનસભા કે લોકસભાની હોય ઉલ્લેખનીય કામગીરી કરનાર અને કિંગમેકરની કામગીરી નિભાવનાર, કેશુભાઇ પટેલ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ટંકારા-પડધરીની સીટ પર તેમની સાથે ખભેખભા મિલાવી કેશુબાપાના વિજય પતાકા ફરકાવનાર મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઇ ગડારાને ૧૦ દિવસ પહેલા કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને તેઓ હોમ કોરેન્ટાઇન થયા હતાં.

આ દિવસ દરમિયાન પણ સતત જીલ્લાભરના આગેવાનો, તાલુકા - શહેર પ્રમુખો, વિવિધ સંગઠનના હોદેદારો સાથે સતત ટેલીફોનિક સંપર્કમાં રહ્યા હતા. અને હોદેદારોથી માંડી બુથના કાર્યકરોને સતત આવનારી મોરબી-માળીયાની ચૂંટણી અંતર્ગત સતત માર્ગદર્શન આપી કામે લગાડી અને ફીડબેક પણ લઇ રહયા હતા અને પ્રદેશ ભાજપ દ્વારા સોંપવામાં આવેલી કામગીરીથી સતત વાકેફ કરવા સાથે આવનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા જંગી બહુમતીથી જીતવાના વિશ્વાસ વ્યકત કરવા સાથે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા હતાં. મોરબી જીલ્લાના તમામ તાલુકાઓના કાર્યકરોથી માંડી હોદેદારોમાં 'રઘુભાઇ' ના હુલામણા નામથી જાણીતા તેઓ પ્રદેશ ભાજપમાં પણ આગવું સ્થાન અને લોકપ્રિયતા ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇની પણ તેઓ નજીકન અને વિશ્વાસુ હોવાનું મનાય છે.

વર્ક ઇઝ વર્કશીપને જીવનમંત્ર બનાવનાર રઘુભાઇ મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને બિલ્ડર લોબીમાં પણ અગ્રામ સ્થાન ધરાવે છે, અને મોરબી પાટીદાર સેવા સમાજના પ્રમુખ તરીકે અને છેલ્લા સાત વર્ષથી મોરબી નાગરીક બેંકના ડીરેકટર અને વાઇસ ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે.

(12:57 pm IST)