Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મીઠાપુર બાલમુકુંદ પાંજરાપોળ ગૌશાળામાં શ્રાદ્ધના દિવસોમાં ગાયો માટે લાડવાનું આયોજન કરાયું

મીઠાપુરઃ ગાયોની સેવા માટે પ્રખ્યાત બાલમુકુંદ ચેરિટેબલ ટ્રસ્ટ મીઠાપુર સંચાલિત બાલમુકુંદ પાંજરાપોળ ગૌશાળામાં હાલ શ્રાદ્ધના દિવસોમાં ગાયો માટે લાડવા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગૌશાળામાં શ્રાદ્ધના દિવસોમાં રાત્રે ૯ વાગ્યાથી જ ગ્રામજનો અને સ્થાનિક વેપારીઓ પોતાની મેળે જ આવી પોતાના હાથે જ ગાયમાતા માટે લાડવા બનાવવાની કામગીરી કરી છે. ત્યારબાદ આ લાડવા ત્યારે જ મીઠાપુર અને સુરજકરાડીના અલગ અલગ વિસ્તારોમાં જઇ અને ગાયોને ખવડાવવામાં આવે છે. આ લાડવા ઘઉં, તેલ, ગોળ, ભૂસો અને વિટામીન યુકત દવાઓથી મિશ્રિત હોય છે. આ સેવાયજ્ઞમાં બાલમુકુંદ ગૌશાળાના કાર્યકરો પણ સાથે જોડાય છે. (તસ્વીરઃ દિવ્યેશ જટણીયા.મીઠાપુર)

(11:38 am IST)