Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

કોડીનાર ભરચક્ક બજારમાં ટ્રક ચાલકે મહિલાને હડફેટે લેતા ગંભીર : એક હાથ કોણીમાંથી અલગ થઇ ગયો

કોડીનાર તા.૧૨ : કોડીનાર શહેરના ભરચક વિસ્‍તાર મચ્‍છી માર્કેટ પાસે ટ્રક ચાલકે અકસ્‍માત સર્જતા મહિલાને ગંભીર ઇજા થવા પામી છે. આ અંગે ઇજાગ્રસ્‍ત મહિલાના પુત્ર જગદીશ ભીમભાઈ સોલંકી રહે.વેલણ એ કોડીનાર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરીયાદ માં જણાવ્‍યા મુજબ તેમની માતા બબીબેન ગઈકાલે કોડીનાર તેમના મામાના ઘરે પુત્ર જગદીશના લગ્નની કંકોત્રી આપવા ગયા હોય પરત ફરતી વખતે મચ્‍છી માર્કેટમાં મચ્‍છી લેવા જતા પાછળ થી આવતા ટ્રક નંબર જી.જે.૨૫ યુ ૫૯૫૮ના ચાલકે બેફિકરાઈથી પુરઝડપે ટ્રક ચલાવી બબીબેનને અડફેટે લેતા બબીબેનનો એક હાથ કોણીમાંથી અલગ થઈ ગયો હતો.

જયારે બીજા હાથમાં અને શરીરના અન્‍ય ભાગોમાં ગંભીર ઇજા પોહચાડતા બબીબેનને પ્રથમ કોડીનાર રા.ના. વાળા હોસ્‍પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વેરાવળ ખસેડાયા હતા. જયારે અકસ્‍માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. કોડીનાર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ટ્રક ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:47 am IST)