Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

શૈક્ષણિક કાર્યના પ્રારંભે : વાંકાનેરની મ્‍યુ. ગર્લ્‍સ સ્‍કૂલમાં ૫૦% હાજરી : વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓ બન્‍યા ભાવુક

વાંકાનેર તા. ૧૨ : કોરોના મહામારી અન્‍વયે આશરે નવ માસ જેટલો સમય શૈક્ષણિક કાર્ય બંધ રહ્યા બાદ આજથી સરકારી ગાઈડ લાઈન મુજબ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થતાં વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓ ભાવુક બન્‍યા હતાં.

વાંકાનેરની મ્‍યુનિસિપલ ગર્લ્‍સ હાઈસ્‍કૂલના પ્રધા નાચાર્યા ગીતાબેન ચાવડા એ આપેલ વિગતો મુજબ પ્રથમ દિવસે શાળા માં કુલ ૧૨૦ સમતીપત્રક ભરાયા હતાં, ધો. ૧૨ માં ૩૭ અને ધો. ૧૦ માં ૮૩ વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી, જોકે વાંકાનેર તાલુકામાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એસ. ટી. બસો શરૂ ન થઈ હોય વિદ્યાર્થીનીઓને શાળાએ આવવું છે તેમ છતા આવી શકતી નથી, ત્‍યારે વહેલી તકે ગ્રામ્‍ય વિસ્‍તારોની બસો શરૂ થાય તો હજુ પણ સંખ્‍યા વધી શકે છે તેમ જણાવ્‍યું હતું, ત્‍યારે નવ માસ જેટલા લાંબા સમય બાદ વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકા પરસ્‍પર મળતા ભાવુક વાતાવરણ સર્જાયું હતું, ત્‍યારે વાંકાનેરની ગર્લ્‍સ સ્‍કૂલમાં પ્રથમ દિવસે જ સારી હાજરી જોવા મળી હતી, અને હજુ પણ શિક્ષકો અને પ્રધાનાચાર્યા ગીતાબેન ચાવડા દ્વારા અથાગ પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે ત્‍યારે ટૂંક સમયમાં જ શાળામાં ૯૦% જેટલી વિદ્યાર્થીનીઓની હાજરી થઈ જવાની સંભાવના છે, ત્‍યારે પ્રથમ દિવસે જ હાજર વિદ્યાર્થીનીઓએ સરકારી ગાઈડ લાઈન મુજબ હોંશપૂર્વક શિક્ષણ કાર્યનો પ્રારંભ કર્યો હતો.

(10:48 am IST)