Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સુરેન્‍દ્રનગર જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત સારવાર કેન્‍દ્રો તથા કન્‍ટ્રોલરૂમ

સુરેન્‍દ્રનગર,તા. ૧૨: વન વિભાગ, પશુપાલન તથા જિલ્લાની સેવાભાવી સંસ્‍થાઓના સહયોગથી આગામી ૧૦ દિવસ સુધી ઘાયલ પક્ષીઓને બચાવવાની કામગીરીનો સેવાયજ્ઞ કરવામાં આવશે. વન વિભાગ દ્વારા ચાલુ સાલે નવતર પ્રયોગ કરી સોશ્‍યલ મિડીયાના માધ્‍યમ દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવાની, ઉતરાયણ નિમિતે ફટાકડા ન ફોડવાની, સવાર અને સાંજના સમયે પતંગ ન ઉડાડવાની તેમજ ઘાયલ પક્ષી જોવા મળે તો હેલ્‍પ લાઈન નંબર પર જાણ કરવા તથા બર્ડફલુના કારણે માસ્‍ક તથા ગ્‍લોવ્‍ઝ પહેરવા, તકેદારી રાખવા તથા જિલ્લામાં કોઈ પણ જગ્‍યાએ પક્ષીઓનું શંકાસ્‍પદ મૃત્‍યુ જણાય તો વન વિભાગનો ૯૯૭૯૨ ૭૧૦૦૦, ૯૯૧૩૧ ૦૩૯૩૫ અને ૧૯૬૨ નંબરો પર સંપર્ક કરવો.

જિલ્લાવાસીઓને પણ આ પુણ્‍યકર્મમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. જે અન્‍વયે સુરેન્‍દ્રનગર જીલ્લામાં આ વર્ષે કરૂણા અભિયાન -ર૦ર૧ની તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવેલ છે. જેમાં સુરેન્‍દ્રનગર જીલ્લાના ૧૦ તાલુકામાં કન્‍ટ્રોલ રૂમ ઉભા કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

 

તાલુકો

કંટ્રોલ રૂમનું સ્‍થળ સરનામુ

કંટ્રોલ રૂમના ટેલીફોન નંબર

વઢવાણ

રેંજ ફોરેસ્‍ટ ઓફિસરશ્રીની કચેરી વઢવાણ

૯૯૧૩૧૦૩૯૩૫

મુળી

રેંજ  ફોરેસ્‍ટ ઓફિસ મુળી

૯૮૨૫૩ ૯૨૩૦૩/

 

 

૭૫૭૪૯ ૫૦૨૧૭

ચોટીલા

ફોરેસ્‍ટ રેસ્‍ટ હાઉસ ચોટીલા

૯૨૬૫૧ ૦૬૭૩૨

થાનગઢ

આઝાદ ચોક થાનગઢ

૯૯૦૯૫ ૫૩૧૩૫

લખતર

રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસ લખતર

૯૯૭૯૩ ૮૨૭૮૫

લીંબડી

પશુ દવાખાનુ લીંબડી

૭૫૬૭૬૪૨૨૦૭

ચુડા

પશુ દવાખાનુ ચુડા

૯૭૨૪૧ ૧૧૨૬૨

સાયલા

પશુ દવાખાનુ સાયલા

૮૮૪૯૯ ૮૫૮૮૩

ધ્રાગધ્રા

પશુ દવાખાનું ધ્રાગધ્રા

૯૯૯૮૩ ૪૨૨૪૨

પાટડી

બજાણા કેર સેન્‍ટર

૮૩૪૭૪ ૧૮૫૬૫

 

(10:50 am IST)