Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જોડિયાધામનું ગૌરવ વધારતા શાષાી યોગેશભાઇ વ્‍યાસ

( હિતેશ રાચ્‍છ દ્વારા ) વાંકાનેર,તા. ૧૨:  જોડિયાધામના વતની અને હાલ રાજકોટ માં રહેતા શાષાીજી શ્રી યોગેશભાઈ જે. વ્‍યાસ જેવો જોડિયાધામ ‘રામવાડી'ના ભક્‍તજન છે તેવોએ શ્રી રામવાડી માં બિરાજમાન શ્રી જયોતિ સ્‍વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના આશીર્વાદથી તેવોએ જોડિયામાં ઘણા સમય સુંદરકાંડના પાઠ કરેલા છે , આજે તેવોના મુખેથી વિધવિધ ઢાળોમાં સુંદરકાંડના સંગીતમય પાઠ સાંભળવાએ એક લ્‍હાવો છે. અનેરા સંગીત સાથે સુંદરકાંડની ચોપાઈના પાઠના કાર્યક્રમો રાજકોટ તેમજ અનેક જગ્‍યાએ આયોજન થાય છે , તેમજ સંગીતમય હનુમાન ચાલીસાના પાઠ , સંગીતમય શિવવિવાહ, સંગીતમય સત્‍યનારાયણ ભગવાનની કથા , તેવોના સ્‍વરમાં અનેરા સંગીત સાથે સાંભળવી એ લ્‍હાવો છે , છેલ્લા તેર વરસથી રાજકોટ તેમજ આજુ બાજુમાં અનેક જગ્‍યાએ તેમના કાર્યક્રમ યોજાય છે , જે સુંદરકાંડના સંપૂર્ણ ચોપાઈ સંગીતમય સાથે કરે છે શ્રી યોગેશભાઈ શાષાીજી કહેલ કે આ બધી રામવાડી જોડિયાધામ વારા શ્રી જયોતિ સ્‍વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા તેમજ સંત શ્રી ભોલેબાબાજીની કૃપાથી આવા સરસ આયોજન કરી રહયો છું. તેમજ શ્રી રામ ચરિત માનસના પાઠ પણ કરે છે. તેવોની હરિદ્વારમાં પણ અવાર નવાર શ્રીમદ ભાગવત કથાનું આયોજન થાય છે.

(10:50 am IST)