Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સાળંગપુર શ્રી કષ્‍ટભંજન હનુમાનજી દાદાનાં હિમાલય અને રૂનો દિવ્‍ય શણગાર

વાંકાનેર,તા. ૧૨: બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળગપુર આયોજિત પવિત્ર ધનુર્માસ નિમિતે દાદાના દરબારમાં ‘હિમાલય દર્શન' શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને રૂનો અદ્વૂત શણગાર દિવ્‍ય શષા શણગાર દર્શન એવમ મકરસંક્રાતિ ( ઉતરાયણ )ના પતંગ ઉત્‍સવ દર્શનના વિવિધ કાર્યક્રમોનું ભવ્‍ય દિવ્‍ય આયોજન શાષાીશ્રી હરિપ્રકાશદાસજી મહારાજશ્રી ( અથાણાંવારા ) તેમજ કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગર સ્‍વામીજી મહારાજશ્રી ના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવેલ છે , જેમાં આજરોજ તારીખ : ૧૨ / ૧ / ૨૧ ના મંગળવાર ના રોજ ‘હિમાલય દર્શન' શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને રૂના શણગાર , શણગાર આરતી ના દર્શન સવારે સાત કલાકે થયેલ છે , તેમજ તારીખ : ૧૩ / ૧ / ૨૦૨૧ ને બુધવારના રોજ ‘દિવ્‍ય શષા શણગાર' ભક્‍તોના રક્ષા કાજે દાદા હથિયાર ધારણ કરશે , જે દિવ્‍ય શષા શણગાર આરતીના દર્શન સવારે સાત કલાકે થશે. આ ઉપરાંત મકરસંક્રાતિ ના રોજ તારીખઃ ૧૪ / ૧ / ૨૧ ગુરૂવારના મંગળા આરતી સવારે સાડા પાંચ કલાકે કરવામાં આવશે તેમજ ‘પતંગ ઉત્‍સવ શણગાર' શણગાર આરતીના દર્શન સવારે સાત કલાકે થશે , ત્રિદિવસીય કાર્યક્રમમાં વિશાળ સંખ્‍યામાં દાદાના દિવ્‍ય શણગાર આરતીના દર્શનનો લાભ લેશે. તેમજ યુ ટ્‍યુબના માધ્‍યમથી ઘર બેઠા હજારો ભાવિક ભક્‍તજનો આ દિવ્‍ય દર્શન , શણગાર આરતી નો લાભ લેશે , શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર , સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દરબારમાં આખો ધનુર્માસ માં વિવિધ શણગાર ભવ્‍ય યોજોયેલ છે , ઉપરોક્‍ત દિવ્‍ય શણગાર આરતી ના દર્શનનો લાભ ઘર બેઠા લેવા  ONLY ON > You Tube Salangpur Hanumanaji ઉપર કાયમ માટે દરેક ઉત્‍સવ કાયમ આવે છે જે યાદી કોઠારી સ્‍વામીશ્રી વિવેક સાગર સ્‍વામીજી મહારાજ  ડી.કે.સ્‍વામીજી મહારાજશ્રી , તેમજ સાળંગપુર મંદિરના ભક્‍તજન હિતેષભાઇ રાચ્‍છની યાદીમાં જણાવાયું છે.

(10:52 am IST)