Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પ્રદીપભાઇ ખીમાણીનો ચૂંટણીલક્ષી પ્રવાસ

 મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રદેશ નિયુકત ચુંટણી ઇન્‍ચાર્જ પ્રદીપભાઇ ખીમાણી દ્વારા ૮૨ વિધાનસભામાં ૧૦ જીલ્લા પંચાયત સીટોમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીને અનુલક્ષીને કલ્‍યાણપુર અને દ્વારકાની પ્રત્‍યેક જીલ્લા પંચાયત બેઠકમાં ચુંટણીલક્ષી પ્રવાસ ૮ અને ૯ જાન્‍યુઆરી ૨૦૨૧ના રોજ યોજવામાં આવ્‍યો હતો. આ પ્રવાસ દરમિયાન પ્રદીપભાઇ ખીમારીની સાથે જીલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, ચૂંટણી ઇન્‍ચાર્જશ્રી સહદેવસિંહ પબુભા માણેક, કલ્‍યાણપુરના પ્રભાણીશ્રી પરબતભાઇ ભાદરકા, જીલ્લા ઉપપ્રમુખશ્રી પરબતભાઇ વરૂ, જીલ્લા ભાજપ મંત્રી ટપુભાઇ સોનગરા, જીલ્લા ઉપપ્રમુખશ્રી ખેરાજભા કરે, તથા શ્રી મોહનભાઇ બારાઇ, કલ્‍યાણપુર તાલુકાના ભાજપના પ્રમુખ વરજાંગભા માણેક, ડી.એલ.પરમાર, દ્વારકા તાલુકાં પંચાયતના પ્રમુખ લુણાભા સુમણીયા, જીલ્લા પંચાયત સદસ્‍ય માધવજીભાઇ પરમાર, પીઠાભાઇ વારોતરીયા, વિઠ્ઠલભાઇ સોનગરા તથા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તથા સંગઠનના કાર્યકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અહેવાલ -દિવ્‍યેશ જટણીયા -મીઠાપુર)

(10:54 am IST)