Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મીઠાપુર નજીક મોજપમાં રોશની પ્રશિક્ષણ કેન્‍દ્રનું ઉદ્‌ઘાટનઃ મીઠાપુર

 ઓખામંડળ તાલુકાના મીઠાપુર નજીક આવેલા મોજપ ગામે ૯મી જાન્‍યુઆરી ૨૦૨૧ના રોજ ટાટા પાવર કોમ્‍યુનીટી ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ અને બોસ્‍કો ગ્રામીણ વિકાસ કેન્‍દ્ર તરફથી રોશની પ્રશિક્ષણ કેન્‍દ્રનું ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ટાટા પાવર સોલારના જીતુભાઇ, બોસ્‍કો ગ્રામીણ વિકાસ કેન્‍દ્રના જ્‍યોર્જ સાહેબ તથા ગામના સરપંચશ્રી દોલુભા હાજર રહ્યા હતા. આ રોશની પ્રશિક્ષણ કેન્‍દ્રમાં ટી. મહિલાઓને જુદા જુદા પ્રકારની તાલીમ આપવામાં આવશે. હાલમાં સિવણકામ ન તાલીમ શરૂ કરી દેવામાં આવી છે. તથા અલગ અલગ તાલીમો પણ શરૂ કરી મહિલાઓને રોજબરોજના અને ખેતી કામ ઉપરાંત વધારે આવક પ્રાપ્ત થઇ શકે તે રીતે કરવામાં આવશે. આ તકે ટાટા પાવર સોલારના મેનેજર જીતુભાઇ તથા બોસ્‍કો ગ્રામીણ વિકાસ કેન્‍દ્રના જયોર્જ સાહેબ દ્વારા મહિલાઓને વધારેમાં વધારે આવી અવનવી તાલીમો મેળવવા માટે આહવાન કરવામાં આવ્‍યું હતુ અને સાથે સાથે એમ પણ જણાવ્‍યું હતુ કે આવી તાલીમો મેળવી મહિલાઓ ભવિષ્‍યમાં પોતાની રીતે ગૃહ ઉદ્યોગ પણ કરી શકે તેટલી સક્ષમ બની શકે છે. આ શુભ પ્રસંગે સરપંચશ્રી દોલુભા દ્વારા બંને સંસ્‍થાઓ તથા તેમના હોદેદારોન આભાર માન્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલ : દિવ્‍યેશ જટણીયા -મીઠાપુર)

 

(10:54 am IST)