Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મોરબી જિલ્લાના કેળવણીના ઇતિહાસ સંદર્ભે સો વર્ષ જૂની શૈેક્ષણિક સંસ્થાનું માહિતી એકત્ર કરવાનું કાર્ય શરૂ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૨ : જી.સી.ઈ. આર.ટી.ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ દ્વારા મોરબી જિલ્લાનો કેળવણીનો ઈતિહાસ બનાવવાનો હોય એ બાબતે બી.આર.સી. ભવન - મોરબી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

આ મીટીંગમાં ડો.પ્રશાંતભાઈ અંબાસણા અને પ્રજ્ઞાબેન રાદડિયા લેકચરર ડાયટ રાજકોટ તેમજ દિનેશભાઇ વડસોલા અને ડો.અમૃતલાલ કાંજીયા સભ્ય મોરબી જિલ્લા કેળવણી ઇતિહાસ કમિટી વગેરેએ તમામ સી.આર.સી.ની તાલુકામાં ટીમ બનાવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બી.આર.સી. કો.ઓ.ના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાની ૧૦૦ વર્ષ જૂની ૩૯, માળિયા તાલુકાની ૧૭, ટંકારા તાલુકાની ૦૮, વાંકાનેર તાલુકાની ૧૫ અને હળવદ તાલુકાની ૨૦ મળીને કુલ ૯૯ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ માહિતી એકત્ર કરવાની સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદ દ્વારા સબકે રામ વિષય પર ચિત્રસ્પર્ધા

રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણ થવા જઈ રહ્યુ છે ત્યારે રામના જીવનમાંથી આવનારી પેઢી પ્રેરણા મેળવે તે હેતુથી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા સબ કે રામ વિષય અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલ પાત્ર કે દ્યટનાઓ આધારિત ચિત્ર દોરી શકશે તથા ચિત્રને અનુરૂપ શ્રીરામ સાથે સંકળાયેલી ચોપાઈ, ભજન કે પ્રેરક વાકયો લખી શકાશે.

આ સ્પર્ધા જુદા જુદા ત્રણ વિભાગમાં યોજાશે પ્રાથમિક વિભાગ(ધોરણ ૧ થી ૮) , માધ્યમિક વિભાગ (ધોરણ ૯ થી ૧૨) ઓપન વિભાગ (કોઈપણ વય જૂથના ભાઈબહેનો) ત્રણેય વિભાગમાં વિજેતાઓને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તથા ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર આપવામાં આવશે. ચિત્રો ડ્રોઈંગપેપર પર દોરી પાછળ પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર લખવાના રહેશે.

જીલ્લા બિલ્ડર્સ એશો.ની કાલે મીટીંગ

મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોની વર્ષ ૨૦૨૦-૨૧ ના નવા વર્ષની પ્રથમ મીટીંગ તા. ૧૩ ને બુધવારના રોજ સાંજે ૬ કલાકે સ્વાગત હોલ, કેનાલ રવાપર ચોકડી  ખાતે યોજાશે.

બેઠકના એજન્ડામાં આવક-ખર્ચના હિસાબ કિતાબ રજુ કરાશે ઉપરાંત નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદેદારોની નિમણુક કરવી, નવા સભ્યોની નોંધણી કરવી, એસોસીએશન દ્વારા કરેલ કામગીરીનો અહેવાલ રજુ કરવો, એસોની કામગીરીને વેગવંતી બનાવવા ચર્ચા વિચારણા કરાશે નવા સભ્યોનું રજીસ્ટ્રેશન ચાલુ છે જે માટે પ્રમુખ શામજીભાઈ રંગપરીયા મો ૯૯૭૮૫ ૧૧૫૧૧ અને ભરતભાઈ બોપલીયા મો ૯૮૨૫૧ ૪૧૫૬૯ નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

(11:48 am IST)