Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર દ્વારા મકરસંક્રાતિએ ગૌસેવા કરાશે

વાંકાનેર,તા. ૧૧:  વાંકાનેર માં જડેશ્વર રોડ ઉપર આવેલ ઐતહાસિક વર્ષો પુરાણી પૂજય સંતશ્રી મુનીબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર , સદગુરૂદેવશ્રી રામકિશોરદાસજીબાપુની તપોભૂમિમાં તેમજ જયાં ભવ્ય શ્રી ફળેશ્વર મહાદેવનું શિવાલય મંદિર આવેલું છે તેમજ પાર્થના હોલ નીચે ભોયરામાં પણ શિવ મંદિર આવેલું છે. ત્રણ શિવ મંદિર, તેમજ સંત શિરોમણી શ્રી જલારામબાપાનું મંદિર, સદગુરૂદેવશ્રી રામકિશોરદાસજીબાપુ નું મંદિર, શ્રી રામજી મંદિર , અને  'ગૌશાળા' આવેલ છે જયાં ગૌશાળામાં સરસ ગાયોની દેખરેખ થાય છે. નાની નાની ગાયો પણ છે , આ જગ્યાના બ્રહ્મલીન મહંત સદગુરૂદેવશ્રી રામકિશોરદાસજીબાપુનો જીવન મંત્ર હતો 'ભજન કરો અને ભોજન કરાવો' જે હેતુ અનુસાર આ જગ્યામાં સાધુ , સંતો ની સેવા અવિરત થઈ રહી છે.

હાલમાં કોરોનાનો સંકટ સમય પસાર કરેલ હોય દાતા દ્વારા દાન ઓછું આવતા ગાયોની સેવામા આર્થિક ખુબ જ જરૂર હોય તો આવા મકરસંક્રાતિના પાવન પુણ્યશાળી અવસરે સહુ ગૌ પ્રેમી ભાવિકો શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરની 'ગૌશાળા'માં દાન આપવા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ વાંકાનેર દ્વારા વિનંતી કરવામાં આવેલ છે , તેમજ મકરસંક્રાતિ ના રોજ દાન આપવા માટે (૧) શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર , જડેશ્વર રોડ , વાંકાનેર (૨) બાપુના બાવલા પાસે (૩) આરોગ્ય નગર , વાંકાનેર (૪) માર્કેટ ચોક , વાંકાનેર (૫) ભાટિયા સોસાયટી , વાંકાનેર (૬) જીનપરા ચોક , વાંકાનેર (૭) ધર્મ નગર સોસાયટી , નિશાળ પાસે , પંચાસર રોડ , વાંકાનેર (૮) બાપા સીતારામ ચોક , મોરબી (૯) લીલા લહેર આશ્રમ , મોરબી ઉપરોકત સ્થળમાં શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર , વાંકાનેર દ્વારા ટોટલ નવ જગ્યાએ મંડપ ગૌસેવા માટે દાન સ્વીકારવા મંડપ નાખવામાં આવશે , આ ટ્રસ્ટ હેઠળ આપવા દાન ૮૦ -એ હેઠળ કરમુકત છે , તેમજ આ સંસ્થામાં ડીઝીટલ પેમેન્ટ પણ સ્વીકારવામાં આવશે , GOOGLE PAY > 98250 30479 PAYTM = 98250 30479 AMAZON PAY 98250 30479 વધુ વિગત માટે શ્રી વિશાલભાઈ કાનજીભાઈ પટેલ મોં નં.૯૯૦૯૯ ૫૮૨૭૯ ઉપર સંપર્ક કરવા ફળેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેરના ભકતજન હિતેશભાઈ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

(11:50 am IST)