Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

કોડીનારમાં દિવ્યાંગ બાળકોને એન્ડ્રોઇડ મોબાઇલ ગિફટ

કોડીનાર :  જીવનદિપ હેલ્થ એજયૂકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા) દ્વારા અને દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ, સામાજીક ન્યાય અને અધિકારીકતા મંત્રાલય ભારત સરકારના ધી નેશનલ ટ્રસ્ટ- નવી દિલ્હીના અનુદાનથી સંસ્થા સંચાલિત દિશા કમ વિકાસ ડે કેર સેન્ટરના લાભાર્થીઓને નેશનલ ટ્રસ્ટની માર્ગદર્શિકા મુજબ મનોદિવ્યાંગ બાળકોને ઓનલાઈન શિક્ષણ તથા ફીઝીયોથેરાપી માટે સલાહ સુચન અને કાઉન્સેલિંગ માટે સ્માર્ટ ફોન (એન્ડ્રોઇડ મોબાઈલ) વિતરણ તથા કોમ્પુટર લેબ ઉદદ્યાટન સમારોહ ભારત સરકારના ધી નેશનલ ટ્રસ્ટના બોર્ડ મેમ્બેર પુજાબેન વદ્યાસીયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હર્ષવર્ધન મૌર્ય, વાત્સલ્ય સ્પેશિયલ સ્કુલ ફોર ધી ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ-દિવ ના મંત્રી ઉસ્માનભાઈ વોરા, તાલુકા શિક્ષણ અધિકારી અભેસિહભાઈ ડોડીયા, આઈઈડી કો-ઓર્ડીનેટર- બાબુભાઈ રાઠોડ, કોડીનાર તાલુકા પત્રકાર એસોશીએશનના પ્રમુખ દિનેશભાઈ જોષી તથા જીવનદીપ સંસ્થાના સીદીકભાઈ ચાવડા, સીદીભાઈ ચુડાસમા તથા કોડીનાર તાલુકાના પત્રકાર મિત્રો અશોકભાઈ પાઠક તથા અલાતાફભાઈ મુગલની હાજરીમાં યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ત્યાર બાદ સંસ્થાના આરીફભાઈ ચાવડાએ સ્વાગત પ્રવચન આપી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરેલ તથા મહેમાનોનો પરિચય અને સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવુતીઓથી અવગત કરાવેલ. ત્યાર બાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હર્ષવર્ધન મૌર્ય એ ઉપસ્થિત લોકોને દિવ્યાંગજનોની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપેલ તથા સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીઓની તેમજ સંસ્થા દ્વારા ચાલુ વર્ષમાં કરેલ નિરામયા યોજનાની કામગીરી થી રાજય કક્ષાએ પણ સંસ્થાની નોધ લેવાય છે તે બદલ સંસ્થાની પ્રસંશા કરેલ ત્યારબાદ કાર્યક્રમમાં મનોદિવ્યાંગ પિંકલ ડોડીયાએ ડાન્સ રજુ કરેલ.ઉસ્માનભાઈ વોરાએ ઉપસ્થિત દિવ્યાંગ બાળકોના વાલીઓને પીકલ દ્વારા રજુ કરેલ કૃતિનો દાખલો આપી પ્રેરણાત્મક ઉદબોધન કરી બાળકો માટે કંઇક કરી છૂટવાની પ્રેરણા આપી હતી. ઉપસ્થિત મહેમાનો ના હસ્તે સંસ્થા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી અંતર્ગત મનો દિવ્યાંગ બાળકો માટે વેશભૂષા કાર્યક્રમ વર્ચુઅલ - વિડીયોકોલ ના માધ્યમથી યોજાયો હતો જેમાં જિલ્લાના મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ વેશભૂષા કૃતિઓ રજુ કરી હતી તે બાળકો વતી તેમના વાલીઓને પ્રમાણપત્ર અને ભેટ(ગીફટ) આપી સન્માનિત કરેલ હતા. તથા સંસ્થા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરેલ તથા સંસ્થામાં સમયાંતરે મદદ રૂપ થતા સ્પેસ ઈન્ફોટેક કોડીનારના અરૂણભાઈ, માં ભગવતી સેવા મંડળના સ્વ. હર્ષદભાઈ ભટ્ટ વતી સોનલબેન ભટ્ટ તેમજ દીપકભાઈ ગોહિલનું પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોના હસ્તે જિલ્લા સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગજનોને સાધન સહાય અંતગર્ત એમ આર કિટ મંજુર કરેલ જેનું વિતરણ કરેલ તથા દિશા કમ વિકાસ ડે કેર સેન્ટરના લાભાર્થીઓને સ્માર્ટ ફોન (એન્ડ્રોઇડ મોબાઈલ) વિતરણ કરવામાં આવ્યા હતા, તથા સંસ્થામાં બાળકોનું તાલીમ અને ખાસ કાળજી રાખતા તથા તેનું જતન કરતા કોઓર્ડીનેટર એકતાબેન જાદવ તથા તમામ કર્મચારીઓનું પુજાબેન વદ્યાસીયા દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું.આભાર વિધિ અભેસિહભાઈ ડોડીયાએ કરેલ તથા કોમ્પ્યુટર લેબનું ઉદદ્યાટન પુજાબેન વદ્યાસીયાના હસ્તે કરવામાં આવ્યું હતી. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કનૈયાલાલ દેવાણી તથા દીપકભાઈ ગોહીલે કરેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિશા કમ વિકાસ ના કોઓર્ડીનેટર જાદવ એકતાબેન, આરીફભાઈ ચાવડા, ગોપાલભાઈ ભેડા, તનવિરભાઈ ચાવડા, જયેશભાઈ વાઢેળ, ભાવનાબેન રાઠોડ, અમીતાબેન ચાવડાએ જહેમત ઉઠાવી હતી. મોબાઇલ ગીફટ એનાયત કરવામાં આવેલ તે તસ્વીર.

(11:50 am IST)