Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ચોટીલાના કાળાસરના દલિત પરિવારોની માંગણી છતા કંપનીને જમીન અપાઇ

દિન ૧૨માં ઘટતુ નહી થાય તો આંદોલનની ચીમકીઃ પ્રાંત અધિકારી અને મામલતદારને પ્લોટ ફાળવણી માટે આવેદન

ચોટીલા, તા.૧૨: કાળાસર ગામનાં દલિત સમુદાયની ૨૦૦૮થી માંગણી હોવા છતા તેઓને પ્લોટ ફાળવવાની બદલે જમીન કંપનીને ફાળવતા રોષ સાથે આવેદન પાઠવી આંદોલનની ચીમકી આપેલ છે.

સોમવારે ચોટીલા પ્રાંત અને મામલતદાર કચેરી ખાતે આપેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે કાળાસર ગામમાં અનુ જાતિનાં લોકોની અંદાજે ૫૦૦ની વસ્તી છે. આઝાદી સમયે વારસામાં મળેલ મકાનો અને પ્લોટો તે સમયનાં છે. વસતિ વધતા ગામડે રહેવું મુશ્કેલ છે. જેથી કેટલાક ચોટીલા મજુરી કામ થી ભાડાની ઓરડીમાં રહેવા મજબુર છે.

ગામમાં સીમતળ અને ખરાબાની દ્યણી હતી લોકોએ અવેધ દબાણો કરી મકાનો બનાવી લીધા છે. દલિત સમાજે દબાણ ન કરતા તેઓની ખેતી ની જમીન નજીક ગામ થી એકાદ કિમી દૂર આવેલ ખરાબાનાં જુના સર્વે નં-૧૬૮,નવા નં ૪૩ માં ૨૦૦૮ થી રહેણાંક માટે પ્લોટ ફાળવવા લેખિત મોખિક સીમતળ માંથી નવું ગામતળ નિમવા માગણી કરતા આવ્યા છે.

સ્થાનિક પંચાયતમાં આ પ્રશ્ર્ન વર્ષોથી લટકતો છે. અરજદારોને ઘરથાળ કે રહેણાંક પ્લોટ નથી આપી શકયાં, પોતાના જ ગામની ગ્રામ પંચાયત અને લોકો તરછોડે, ઇર્ષા ભાવ રાખે તો દ્યર વિહોણા ફૂટપાથ ઉપર આવે તેવી પરિસ્થિતિ છે. જે જમીન ઉપર વર્ષો થી માંગ છે ત્યાં જેટકો કંપનીએ કામગીરી આચરેલ છે.

દલિત સમૂદાયની માગણી ની જાણ હોવા છતા જમીન કંપનીને આપેલ છે. સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી કંપની ની કામગીરી સ્થગિત કરવા માંગ કરી છે.

૧૨ દિવસમાં નિરાકરણ લાવવાની માગણી સાથે અલ્ટીમેટમ આપેલ છે. નહીતો ચોટીલા સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે અબાલ વૃધ્ધો સાથે દલિત સમૂદાય ધરણા, આમરાંણત ઉપવાસ આંદોલન કરશે તેઓને કોઈ પણ નુકસાન થશે તેની જવાબદારી સરકારની રહેશે. કાયદો વ્યવસ્થા ન ખોરવાઇ તે જોવાનું અધિકારી ઉપર ડીપેન હોવાનું લેખિત જણાવેલ છે.

(11:54 am IST)