Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ઉતરાયણ સંદર્ભે કરૂણા અભિયાન અંતર્ગત

ભાણવડ વન વિભાગ અને એનિમલ લવર્સ ગૃપ દ્વારા સ્‍ટોલો પર ચેકિંગ

ભાણવડ તા. ૧રઃ ભાણવડમાં ઉતરાયણ સંદર્ભે કરૂણા અભિયાન અંતર્ગત પતંગ-દોરાના સ્‍ટોલો પર પ્રતિબંધિત ચાઇનીસ દોરી કે તુકકલ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવેલ.

ભાણવડ વન વિભાગ અને એનિમલ લવર્સ ગૃપ દ્વારા પ્રતિબંધિત ચાઇનીસ દોરી અને તુકકલના વેચાણ અંગે ચેકિંગ કરવામાં આવેલ જો કે એકપણ સ્‍ટોલ પર આ પ્રતિબંધિત વસ્‍તુ મળી આવેલ નહીં. ત્‍યારે વન વિભાગના અધિકારી દ્વારા સ્‍ટોલધારકોને આ પ્રતિબંધિત દોરી અને તુકકલના વેચાણ ન કરવા કડક સુચના આપવામાં આવેલ હતી અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે કોઇ સ્‍ટોલ પર ચાઇનીસ દોરી કે તુકકલ વેચવામાં આવી રહી હોવાનું જાણવા મળે તો તેમના હેલ્‍પ લાઇન નંબર પર જાણ કરવામાં આવે જેથી એ સ્‍ટોલ ધારક સામે કાર્યવાહી થઇ શકે. ચેકિંગની આ કાર્યવાહીમાં આર.એફ.ઓ. હર્ષાબેન પંપાણીયા, આર.એફ.ઓ. ખીમભાઇ ચાવડા તેમજ વન વિભાગનો સ્‍ટાફ જોડાયો હતો.

(11:55 am IST)