Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સુરેન્દ્રનગર એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલની વલસાડ બદલી

બ્રાન્ચમાં ૨ વર્ષ અને ૩ માસ સારી કામગીરી : એક દિવસમાં ત્રણ હત્યા બદલીનું મુખ્ય કારણ બની હોવાનું તારણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૨ : સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ તરીકે ફરજ બજાવનાર ડીએમ ઢોલની સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ માંથી વલસાડ ખાતે બદલી કરવામાં આવી છે.

જિલ્લામાં સારી એવી કામગીરી હોવા છતાં પણ બદલી કરવામાં આવતાં પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. અલગ અલગ પોલીસ મથકોમાં ચાર વર્ષ પીઆઇ તરીકે ફરજ બજાવનાર ડીએમ ઢોલલોકલ ક્રાઈમ બ્રાંચમાં રહી સતત ગુનાખોરી નીચે લાવવાના પ્રયાસ કરેલ.

હર હંમેશા પોઝીટીવ રહી ગમે તે કેસ નું સોલ્યુશન લાવનાર પી.આઇ ડીએમ ઢોલ હતા. સતત પોલીસની સારી કામગીરી અને ગુનાહિત પ્રવૃતિ ડામવાના પ્રયાસો પીઆઈ ડી.એમ ઢોલ દ્વારા કરવામાં આવી રહ્યા હતા ત્યારે ખાસ કરી પોતાની સેવાભાવી પ્રવૃતીઓ અને શાંત સ્વભાવના કારણે અને સતત લોકોની વચ્ચે રહેતા.

સતત બે વર્ષ અને ત્રણ માસ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ તરીકે ડીએમ ઢોલ રહ્યા અને પોતાની સારી એવી આવડત અને પોતાની સૂઝબૂઝના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઈમ રેટ પણ નીચે લાવવાના પ્રયાસો હંમેશા કરવામાં આવી રહ્યા હતા. આજથી અઢી વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં નબળી કામગીરી ને કારણે લોકલ ક્રાઈમ બ્રાંચ નું વિસર્જન તે સમયના પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નવા પોલીસ અધિક્ષક દ્વારા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનું નવેસરથી નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી અઢી વર્ષના સમયગાળામાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ તરીકે ડી.એમ.ઢોલ રહ્યા છે અને સારી કામગીરીના કારણે ફરી એક વખત લોકલ ક્રાઈમ બ્રાન્ચને ટોચના સ્થાને પહોંચાડી અને જિલ્લામાં બનતા ગુનેગારોને ઝડપી લઇ અને ગુનાખોરીને બનાવની સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે.

૨૦૧૮ના વર્ષમાં સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારમાંથી બદલી કરીને મૂકવામાં આવ્યા હતા અને નવેસરથી એલ.સી.બી કાર્યરત કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ મથકોના અલગ-અલગ ચાર્જ પણ ડીએમ ઢોલ દ્વારા સાંભળવામાં આવ્યા છે અને પોતાની સૂઝબૂઝ અને સારી કામગીરીના કારણે સમગ્ર ગુજરાતના પોલીસ મથકમાં સારી એવી નામના પ્રાપ્ત સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી લોકલ ક્રાઇમ બ્રાંચના પી.એ ડીએમ ઢોલ દ્વારા કરવામાં આવી છે.

ત્યારે અઢી વર્ષ સુધી સારી કામગીરી ઉપર એક દિવસમાં થયેલી ત્રણ હત્યા એ પાણી ફેરવી નાખ્યું છે અને એક જ દિવસમાં થયેલી ત્રણ હત્યાના કારણે બદલી કરવામાં આવી હોવાની ચર્ચા વહેતી થવા પામી છે.

(11:55 am IST)