Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

૧૦ મહિના પછી શાળાઓ ખુલી : કચ્છમાં પ્રથમ દિવસે ૩૭ ટકા હાજરી

ધો. ૧૦ અને ૧૨ના ૨૧૯૦૪ છાત્રોના વાલીઓએ સંમતિ આપી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : સમગ્ર રાજયની સાથે કચ્છ જિલ્લામાં શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું શરૂ થઈ ગયું છે. ગઇકાલે પ્રથમ દિવસે શાળાઓમાં ૩૭ ટકા હાજરી રહી હતી. કચ્છ જિલ્લા શિક્ષાધિકારીની કચેરીએ આપેલા સત્તાવાર આંકડાઓ મુજબ ધો. ૧૦/૧૨ના ૨૧૯૦૪ છાત્રોના વાલીઓએ સમંત્તિ આપી છે. પણ, પ્રથમ દિવસે ૧૨૧૭૯ છાત્રો હાજર રહ્યા હતા. જોકે, આજથી હાજરી વધશે. શિક્ષણકાર્ય પ્રથમ દિવસથી જ શરૂ થઈ ગયું છે.

(11:56 am IST)