Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સોમનાથને શ્રેષ્‍ઠ દર્શનીય સ્‍થળ તરીકે અને પાલીતાણાને શ્રેષ્‍ઠ આધ્‍યાત્‍મિક સ્‍થળનો એવોર્ડ

દેવભુમિ દ્વારકાના શિવરાજપુર બીચને શ્રેષ્‍ઠ બીચ તરીકે અને મોઢેરા સુર્ય મંદિર શ્રેષ્‍ઠ પુરાતત્‍વ સ્‍મારક જાહેર

ગાંધીનગર તા. ૧૨ : રાજયના  શ્રેષ્‍ઠ દર્શનીય તીર્થસ્‍થાન તરીકે સોમનાથ મંદિરને તેમજ શ્રેષ્‍ઠ આધ્‍યાત્‍મિક સ્‍થળ તરીકેનો એવોર્ડ પાલીતાણા ધામને એનાયત કરવામાં આવ્‍યો છે. ગાંધીનગરના ગીફટ સીટીમાં ટુરીઝમ એવોર્ડ ૨૦૨૦ સીઝન -૪ સમારોમાં રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે આ એવોર્ડ અપાયા હતા. સાથે દેવભુમિ દ્વારાના શીવરાજપુર બીચને શ્રેષ્‍ઠ તટ (બીચ) તેમજ મહેસાણા જિલ્લાના મોઢેરાના સુર્ય મંદિરને શ્રેષ્‍ઠ પુરાતત્‍વ સ્‍મારક તથા લક્ષ્મી વિલાસ પેલેસને હેરીટેઝ પેલેસનો પુરષ્‍કાર આપવામાં આવ્‍યો હતો.

જયારે પદ્દમશ્રી પિયુષ પાંડેકને લાઇફ ટાઇમ અચિવમેન્‍ટ એવોર્ડ, લોકડાઉનમાં એક લાખથી વધુ શ્રમિકોને વતન પહોંચાડનાર અક્ષર ટ્રાવેલ્‍સને તથા સારી કોરોના મહામારીમાં સારી સેવા પ્રદાન બદલ એસઆઇએચએમને બેસ્‍ટ હોટલ મેનેજમેન્‍ટ ઇન્‍સ્‍ટીટયુટ એવોર્ડ અપાયો હતો.

આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે ગુજરાતમાં ડેઝર્ટ ટુરીઝમ, હેરીટેઝ ટુરીઝમ, સ્‍પિચ્‍યુરીઅલ ટુરીઝમ, એડવેંચર ટુરીઝમ, મેડીકલ ટુરીઝમ અને સ્‍પોર્ટ ટુરીઝમના વિકાસની ઉજવળ તકો વિકસી છે. રાજય સરકાર ટુરીઝમ માટે વિશ્વસ્‍તરીય માળખાની સુવિધાઓ વિકસીત કરવા પ્રસાય કરી રહી છે. તેમણે જણાવેલ કે ગુજરાત એવુ રાજય છે કે જયાં રણ, સમુદ્ર, જંગલ, પહાડનું અફાટ સૌદર્ય છે. પ્રકૃતિએ ગુજરાતને ઘણુ બધુ  આપ્‍યુ છે. રાજયના પ્રવાસન ક્ષેત્રે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, સફેદ રણ, સાસણ ગીર સહીતના સ્‍થળોએ સારી ખ્‍યાતિ અપાવી છે.

(11:56 am IST)