Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ગોંડલના ઉગમ સર્કલ પાસે ટ્રક પાછળ બાઇક ઘુસી જતા ઘોઘાવદરના આધેડનું મોત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૧ર : ગોંડલ શહેરના ઘોઘાવદર રોડ ઉગમ સર્કલ પાસે ટ્રક ચાલકે અચાનક વળાંક લેતા પાછળ બાઇક ઘુસી જતા ઘોઘાવદર ના આધેડનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું ઘટના અંગે સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી

પ્રાપ્ત વિગતો મુજબ  ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામે રહેતા મનસુખ ભાઈ રુખડભાઈ જીંજરિયા પોતાનું હીરો હોન્ડા બાઈક GJ0LL ૪૭૦૮ ઉપર ઘોઘાવદર થી ગોંડલ શાકભાજી ખરીદી માટે આવી રહ્યા હતા ત્યારે ઘોઘાવદર ચોક ઉગમ સર્કલ પાસે અચાનક GJ03Y ૮૮૭૬ ના ટ્રક ચાલકે વળાંક લેતા ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં મનસુખભાઈ ગંભીર રીતે ઘવાતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું અકસ્માતની ઘટના અંગે મનસુખભાઈ ના પુત્ર અર્જુનભાઈ એ ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯ ૩૦૪ એમ.વી.એકટ ૧૮૪ ૧૭૭ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:56 am IST)