Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ખંભાળિયાના વડત્રા નજીક બુલેટ સ્‍લીપ થતાં યુવાનનું મોત

ખંભાળિયા તા.૧ર : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતો નાગડાભાઇ રાણસીભાઇ સંધીયા નામનો ગઢવી યુવાન ગત રોજ પોતાનું બુલેટ જીજે૧સીએચ ૯૯૯૮ નંબરનું પુરપાટ ઝડપે ચલાવીને જતો હતો. ત્‍યારે વડત્રા ગામના પાટીયા પાસે બુલેટ સ્‍લ્‍પિ થઇજતાં યુવાને રોડ પર પટકાતા માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવતાં સારવાર કારગત નિવડે પહેલાં જ મોત નીપજતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવના પગલે ખંભાળિયા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:58 pm IST)