Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મોરબીના પીપળી નજીક જૂની અદાવતનો ખાર રાખી કારમાં તોડફોડ : યુવાન પર હુમલો

મોરબી તા. ૧૨ : પીપળી ગામ નજીક જૂની અદાવતનો ખાર રાખી ચાર ઇસમોએ કાર પર છુટા પથ્‍થરના ઘા મારી તેમજ યુવાનને કુહાડીનો ઘા કરી ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના પીપળી ગામે ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા લાલસિંહ પૃથ્‍વીસિંહ ચૌહાણ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે આરોપી દિવ્‍યરાજસિંહ દિલુભા ઝાલા, દીપકસિંહ ઝાલા, દિલુભા જામભા ઝાલા અને અભેસિંહ ઝાલા રહે બધા પીપળી વાલા સાથે પાંચ-છ માસ અગાઉ મહિલાઓ સાથે માથાકૂટ થઇ હતી ત્‍યારે મહિલાઓએ દિવ્‍યરાજસિંહ ઝાલાને માર માર્યો હતો જે જયદેવસિંહના કહેવાથી માર માર્યો હોય તેવો ખાર રાખી ચારેય આરોપીઓએ પીપળી ગામ જેતપર રોડ પર રાધેક્રિષ્‍ના મોલ પાસેથી જયદેવસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા રોડ પર પોતાની સ્‍કોર્પીઓ કાર લઈને ઉભા હોય ત્‍યારે પથ્‍થરના ઘા કરી ગાડીના કાચ તોડી નાખેલ અને દિવ્‍યરાજસિંહ કુહાડી લઈને આવેલ અને જયદેવસિંહના માથામાં ઘા મારેલ જેથી ઈજાગ્રસ્‍ત જયદેવસિંહને સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્‍યા છે ફરિયાદીના મિત્ર જયદેવસિંહ સોસાયટીના પ્રમુખ હોય અને છ માસ અગાઉ મહિલાઓ સાથે બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખી ચાર ઇસમોએ હુમલો કાર્યની પોલીસ ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(1:01 pm IST)