Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જમીન નામે નહી કરી દેતા પાંચ શખ્‍સોએ માર માર્યાની રાવ

જામનગર પંથકમાં જુગાર રમતા ૮ મહિલા સહિત ૧૨ ઝડપાયા

જામનગર, તા.૧૨: મેઘપર પોલીસ સ્‍ટેશનમાં દોલુભા ખાનજી જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ઝાખર ગામે ફરીયાદી દોલુભાએ આરોપી ભાવેશસિંહ દોલુભા જાડેજા ને વાડી ગુજરાન ચલાવવા માટે આપેલ હોય જે પોતાના નામે કરી દેવા આરોપી નરેન્‍દ્રસિંહ ભીખુભા ચુડાસમા, અશોકસિંહ ભીખુભા ચુડાસમા, વજુબા ભીખુભા ચુડાસમા તથા કુસુમબા ભાવેશસિંહ જાડેજાઓ સાથે મળી આરોપી ભાવેશસિંહ દોલુભા જાડેજા ના નામે કરી દેવા કહેતા હોય જે ફરીયાદી દોલુભા કરી દેતા ન હોય તેનો ખાર રાખી આરોપી નરેન્‍દ્રસિંહ ભીખુભા ચુડાસમા, અશોકસિંહ ભીખુભા ચુડાસમા, વજુબા ભીખુભા ચુડાસમા પૈકી આરોપી  નરેન્‍દ્રસિંહ ભીખુભા ચુડાસમા, અશોકસિંહ ભીખુભા ચુડાસમાએ લાકડા ધોકા વડે ફરીયાદી દોલુભાને  માર મારી જમણી આંખની બાજુમાં તેમજ જમણી બાજુ માથામા ખોપડીમાં ફેકચર કરી ઈજા કરી આરોપી વજુબા ભીખુભા ચુડાસમા એ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બાદ આરોપી ભાવેશસિંહ દોલુભા જાડેજા તથા કુસુમબા ભાવેશસિંહ જાડેજા એ ફરીયાદી દોલુભા ને ઢીકાપાટુનો માર મારી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ, ગોપાલ સોસાયટી પાસે, હોજની બાજુમાં આરોપી મેરામણ કાનાભાઈ બોદર, પંકજ લખરાજ ગોંડ, અજય રાધેશ્‍યામ, ગોવિંદ મહેન્‍દ્રભાઈ પ્રજાપતી, ગીતાબા બાબુભા ચુડાસમા, હર્ષદબા રતનસિંહ ચુડાસમા, ઉષાબેન હરસુખભાઈ પીઠડીયા, નાથીબેન મેરામણભાઈ બોદર, મણીબેન નાગસીભાઈ કેર, લખમાબેન કરમશીભાઈ ગરચર, અનીલાબેન લલીતભાઈ નીમાવત, મણીબેન ડાયાભાઈ સીંગાળીયા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂા.૧૭,૪૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે ત્રણ ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિજયભાઈ બળદેવભાઈ કાનાણીએ  એરફોર્સ રોડ મહાકાળી સર્કલ પાસેથી આરોપીઓ નારણ ઉર્ફે સંજુ હરશીભાઈ માતંગ, કપીલ ખેરાજભાઈ નંઝાને તેમની એકટીવા જી.જે.૧૦-સીએ-૮પ૮૩માં ઇગ્‍લીશ દારૂની ૧ બોટલ કિંમત રૂા. પ૦૦ તથા મોટર સાયકલ કિંમત રૂા. ર૦ હજાર સાથે ઝડપી પાડયા હતા.

સીટી સી ડિવિઝનના જે.એમ.પરમારે સિઘ્‍ધાર્થ કોલોની શેરી નં. ર૩માંથી આરોપીઓ જીતેન્‍દ્ર ઉર્ફે પીન્‍ટુ દેવજીભાઈ પરમારના રહેણાંક મકાનેથી ઇગ્‍લીશ દારૂની ૪ બોટલ કિંમત રૂા. ર૦૦૦ સાથે ઝડપી પાડયો હતો જયારે દિવ્‍યેશ ઉર્ફે દિવુડો ગીરધરભાઈ રાઠોડ નાશી ગયો હતો.

બેશુઘ્‍ધ થઈ ગયેલ આધેડનું મૃત્‍યુ

તાલુકાના આમરા ગામે રહેતા જમનભાઈ રવજીભાઈ મઘોડીયાએ સિકકા પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. ૮ ના રોજ આમરા ગામની વાડી વિસ્‍તારમાં  મોહનભાઈ રવજીભાઈ મઘોડીયા ઉ.વ. પ૦ વાળા બેશુઘ્‍ધ હાલતમાં હોય જેને હોસ્‍પિટલે લઈ જતાં સારવાર બાદ તેમનું મૃત્‍યુ નિપજેલ છે.

મોટી માટલી ગામે દરોડો

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. નિતેશભાઈ કાથળભાઈ છૈયા એ ફરીયાદ નોંધાવી છે કે,  મોટી માટલી  ગામથી ખાનકોટડા ગામ જવાના રસ્‍તે આરોપી દશમ ઈન્‍દ્રંિસંહ મહેડા, રે. જીલરીયા ગામવાળો ઈંગ્‍લીશ દારૂની રોયલ સીલેકટ ડીલક્ષ વ્‍હીસ્‍કી ફોર સેલ ઈન મઘ્‍ય પ્રદેશ સ્‍ટેટ ઓનલી ની બોટલ નંગ-૬, કિંમત રૂા.૩,૦૦૦/- નો રાખી ઝડપાઈ ગયેલ છે.

ઉનની કંદોરી પાસે જુગાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા એ ફરીયાદ નોંધાવી છે કે સુમરા ચાલીથી ગણેવાસ જતા રોડ પર જાહેરમાં ઉનની કંદોરીના શટર પાસે જાહેમાં ઉનની કંદોરીના શટર પાસે જાહેરમાં આરોપીઓ ઈસ્‍માયલ ઉર્ફે કારો સીદીકભાઈ ખફી, હુશેન ઉર્ફે ભુરો બોદુભાઈ ખફી, રાજેશભાઈ વિજયભાઈ ભાંભી , જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂા.ર૬૮૦/- તથા મોબાઈલ ફોન નંગ-૪ કિંમત રૂા.૧૬પ૦૦/- મળી કુલ રૂા.૧૯૧૮૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

 

(1:02 pm IST)