Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મૂકબધિર મહિલાને તેની આંખોની ભાષા સમજી તેના પરિવારને શોધી સહી સલામત પરિવાર સોંપતી ૧૮૧ અભ્યમ અમરેલી

અમરેલી,તા. ૧૨: અમરેલીના કોઈ સજ્જન નાગરિક દ્વારા ૧૮૧ માં ફોન કરી જણાવેલ કે કોઈ માજી છે જે બોલી નથી શકતા કયાંના છે એ ખબર નહી તેઓને મદદની જરૂર છે. ત્યારે ૧૮૧ અભ્યમ્ના કાઉન્સેલર હિનાબેન આ મહિલા સુધી પહોંચી એમની સાથે પરામર્શ કરતા જાણવા મળેલ કે આ મહિલા ભારતીય પહેરવેશ સાથે સુબ્ધ છે પરંતુ મૂકબધિર અને તેમની માનસિક સ્થિતિ થોડી સારી ન લાગતાં ઘરેથી નીકળી ગયા લાગે છે તાલીમબ્ધને બહોળા અનુભવી કાઉન્સેલર એ કઈ જ ન બોલી શકતા મહિલાની પરિસ્થિતિને જાણી તેમની પાસે રહેલ નાના બટવાને જોઈ અંદરથી એક નાની ચિઠ્ઠી મળી જેમાં કોઈ ફોન નંબર લખેલ હતો જે નંબર પર ફોન કરતા આ નંબર બંધ આવેલ જેથી ૧૮૧ના કાઉન્સેલર આ નંબર નો એસડીએમ કઢાવતા આ નંબર અમરેલી ના બાબરા નો બતાવે છે જેથી આ મહિલા ને સાથે લઈ અમરેલી સિટી પોલીસ સ્ટેશન આવેલ ત્યાં થાણા અધિકારી જે.જે. ચૌધરીને આ પૂરી પરીસ્થિતિ જણાવી મહિલા પાસેથી મળેલ ફોન નંબર અને એસડીએમ દ્વારા મળેલ સરનામું આપી બાબરા પોલીસને આ સરનામા પર જઈ વધુ તપાસ કરવા સૂચના આપી તુરત જ બાબરા પોલીસે મિનિટોમાં આ સરનામા વિશે વધુ વિગતો મેળવીને આ મહિલાનો પરિવાર ત્યાં છે એની જાણ કરી જેથી ૧૮૧ ની ટીમ આ મહિલાને લઇ બાબરા પોલીસ સ્ટેશન ગયેલ તેમના પરિવારને બાબરા પોલીસ સ્ટેશનમાં બોલાવી આ મહિલાને સહીસલામત તેમના પરિવારમાં દીકરા અને વહુને સોપવામાં આવેલ છે માજીની ઉંમર સાથેની તેમની પરિસ્થિતિને ધ્યાને રાખી પરિવારને કડક શબ્દોમા સમજણ આપેલ તેમજ તેમની જવાબદારીનેમાં પ્રત્યે ફરજ સારી રીતે નિભાવવા જણાવેલ આવી ઘટના ના બને તેનું ધ્યાન રાખવું.

આમ ૧૮૧ અભ્યમ્ અને પોલીસ બન્ને ૩ -૪ દિવસ થી ઘરેથી નીકળી ગયેલ મૂકબધિર મહિલા ને તેના પરિવાર શોધી સહીસલામત શોપી ૨૪ કલાક ૭ દિવસની તેમની ફરજ સેવા સલામતી સુરક્ષાનું પ્રહશનીય કામગીરી કરી ઉદાહરણ પૂરું પાડયું છે.

(1:09 pm IST)