Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

માળીયા મીંયાણા હાઇવે પર ટ્રક બસ વચ્‍ચે અકસ્‍માત

મોરબી તા. ૧૨ : મોરબી માળીયા નેશનલ હાઈવે પર લક્ષ્મીનગર ગામ પાસે ટ્રક અને એસટી બસ વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો જેમાં એસટીમાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

વિગતો અનુસાર આરોપી GJ-12-Z-1526 નો ચાલક પોતાના હવાલા વાળું ટ્રક પૂરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રહ્યો હતો તે દરમ્‍યાન એસ.ટી બસ નં GJ-18-Z-3238 સાથે ભટકાડી અકસ્‍માતને અંજામ આપ્‍યો હતો. આ અકસ્‍માતમાં સરકારી મિલકતને બહોળા પ્રમાણમાં નુકસાન થયું હતું તો બસમાં સવાર મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્‍માત થતા જ ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્‍યો હતો. ᅠઆ મામલે બસના ડ્રાઈવર જગદીશભાઈ વિઠ્ઠલભાઈ ઢાપાએ ટ્રક ચાલક વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પત્‍ની પર શંકા વહેમ રાખી લાકડી વડે માર માર્યો

પાવડીયારી કેનાલ નજીક આવેલ કઝારિયા સેનેટરીવેર્સ કારખાનામાં રહીને કામ કરતા ચંદ્રિકાબેન ઝાલાભાઈ ઇન્‍દરિયા (ઉ.૨૮) એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ આરોપી ઝાલાભાઈ ઇન્‍દ્રરિયાએ જેલમાંથી પેરોલ પર છુટી આવીને તેની પત્‍ની ફરિયાદી ચંદ્રિકાબેન પર વારંવાર શંકા વહેમ કરતો હોય જેથી ફરિયાદી ચંદ્રિકાબેન મોરબીના ટીંબડી પાટિયા નજીક રિક્ષામાં બેઠા હોય દરમિયાન તેને રિક્ષામાંથી ઉતારીને ઢીકાપાટુંનો માર મારી બેફામ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી લાકડી વડે પગમાં માર માર્યો હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

ટંકારા પંથકમાં સગીરાનું અપહરણ

ટંકારા પંથકમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને આરોપી રણજીત ઉર્ફે અનમોલ બાલાપ્રસાદ કુસવા રહે-મદઈ ગામ મધ્‍યપ્રદેશ વાળો લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયેલ હોવાની ફરિયાદ સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકમાં નોંધાવી છે.

ધર્મસિધ્‍ધી સોસાયટીમાં બાઇક ચોરી

મોરબીની ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા મેહુલભાઈ દીપસંગભાઈ પાડલીયાના ઘર પાસે રહેલ સ્‍પ્‍લેન્‍ડર જીજે ૩૬ કયું ૪૭૯૬ કીમત રૂ.૨૫૦૦૦ વાળું કોઈ અજાણ્‍યો ઇસમ કરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

(1:18 pm IST)