Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સામાન્યત : આગેવાનોમાં 'વ્યકિતગત સંવેદનશીલતા' નો અભાવ જોવા મળતો હોય છે પરંતુ દિલીપભાઇ સંઘાણી અલગ તરી આવે છે : માંગરોળિયા

અમરેલી,તા. ૧૨: દરેક સક્ષમ માણસે સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી એ પ્રાથમીક ફરજ છે.

પણ લોકો પોતાની આ ફરજ નિભાવવામાં ઉણા ઉતરતા હોય છે.રાજકીય વ્યકિત તરીકે રાજકારણથી પર રહીને સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવવું એ અઘરું છે.પણ અશકય નથી.આ બાબત શીખવા જેવી છે દિલીપભાઈ સંદ્યાણી પાસેથી.

સહકારી સંસ્થાઓનું કામ નફો કમાવવાનું નહીં પરંતુ પોતાના સભાસદોનું સર્વ પ્રકારે હિત થાય એ જોવાનું હોય છે.આ વાત ને સાર્થક કરવાનું શ્રેય જાય છે શ્રી દિલીપભાઈ સંદ્યાણી ને .તેમણે તેમની આગેવાની નીચેની તમામ સહકારી સંસ્થાઓમાં સામાજિક ઉત્ત્।રદાયિત્વને બખૂબી નિભાવ્યું છે..અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક માં તેમની દીર્દ્યદ્રષ્ટિ ના લીધે વિવિધ પ્રકારની વીમા પોલિસીઓની યોજનાઓનું વિસ્તૃત માળખું કામ કરી રહ્યું છે.તેનો લાભ સભાસદો વધુમાં વધુ લઈ શકે તે માટે તેમની સીધી દેખરેખ નીચે બેંકનો તમામ સ્ટાફ ખુબજ સક્રિયપણે આ યોજનાઓનું અમલીકરણ કરાવી રહ્યો છે.

જયારે કોઈ પરિવારના મુખ્ય વ્યકિતનું આકસ્મિક અવસાન થાય છે.ત્યારે તે પરિવાર પર આભ તૂટી પડતું હોય છે.અને રાતોરાત પરિવાર નોંધારો બની જાતો હોય છે.પરિવારનું ભવિષ્ય ધૂંધળું બની જાય છે.તેવા સમયે દિલીપભાઈ જેવા કોઠાસૂઝ અને દીર્દ્યદ્રષ્ટિ વાળા આગેવાનની માણસાઈ ભરેલી ઝીણી નજર કામ લાગતી હોય છે.

તાજેતરની બે દ્યટનાઓ એનું ઉત્ત્।મ ઉદાહરણ છે..અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારના અતિ ગરીબ એવા સંજય ખોડાભાઈ ભેંસાણીયાનું આકસ્મિક અવસાન થતાં તેમનો પરિવાર પર સાવ અણધારી રીતે આવી પડેલા દુઃખ માં સહભાગી તો સૌ બને પણ તેમને કાયમી આર્થિક રીતે મદદ કરવા તો સૌ અસમર્થ હોય..ત્યારે શું કરવું એ મોટો પ્રશ્નાર્થ હોય છે.

તેવા સમયે મધ્યસ્થ બેંકના વીમા કવચ માં સંજયભાઈ એ ભરેલા એકજ પ્રીમિયમથી આ પરિવારને એકવીસ લાખ જેવી માતબર રકમના વિમાનો લાભ મળ્યો અને પરિવાર પર આવેલા સંકટના વાદળો રાતોરાત વિખેરાઈ ગયા.

જો દિલીપભાઈએ આ વિમાની યોજનાઓ લાગુ ના કરી હોત તો..? શું આ પરિવાર આર્થિક રીતે પગભર થઈ શકત ખરો ?? બીજો કિસ્સો છે. આવી કડકડતી ઠંડીમાં રોડ પર રાત ગુજારતા ગરીબ અને ભિક્ષુકોને ધાબળા ઓઢાડવાનું કાર્ય .. શિયાળામાં વારંવાર અમરેલી અને આસપાસના વિસ્તારોમાં રાત્રે ઠંડીમાં ઠુઠવાતા ગરીબ લોકોને ધાબળા ઓઢાડવા પોતાની અંગત ટીમ લઈને નીકળી પડતા દિલીપભાઈને સો..સો...સલામ છે.

(1:10 pm IST)